નેશનલ

Mobile ફોનના ગ્રાહકોને મળશે રાહત, 1 નવેમ્બરથી બદલાશે આ નિયમ

નવી દિલ્હી : દેશમાં મોબાઇલ ફોન યુઝર્સ સ્પામ અને ફેક કોલથી સતત પરેશાનીનો સામનો કરી રહ્યો છે. જેના પગલે ટ્રાઈએ(TRAI Guidelines)તાજેતરમાં ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ નવા ફેરફારો 1 નવેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ ફેરફારથી Jio, Airtel,Vi અને BSNLગ્રાહકોને ફાયદો થશે.

નિયમો લગભગ એક અઠવાડિયા પછી અમલમાં આવશે

તાજેતરમાં જ ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી. આ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 1 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા ટેલિકોમ નિયમો લગભગ એક અઠવાડિયા પછી અમલમાં આવશે.

મેસેજ ટ્રેસેબિલિટી શું છે?

મેસેજ ટ્રેસેબિલિટી એક એવી સિસ્ટમ છે જેમાં મોબાઈલ ફોનમાં આવતા તમામ ફેક કોલ અને મેસેજને રોકવા માટે કામ કરવામાં આવશે. 1 નવેમ્બર, 2024 થી તમારા ફોન પર આવતા નકલી અને સ્પામ કૉલ્સનું મોનિટરિંગ વધશે. ટ્રાઈના આ નવા નિયમથી ફેક કોલને સમજવા અને ટ્રેક કરવાનું સરળ બનશે.

Also Read – Stock Market: શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે સારી શરૂઆત, સેન્સેક્સમાં 122.18 પોઇન્ટનો વધારો

ટ્રાઈએ ઓગસ્ટ મહિનામાં તમામ ટેલિકોમ ઓપરેટરોને સૂચના આપી હતી. ટ્રાઈએ કહ્યું હતું કે બેંકો, ઈ-કોમર્સ તેમજ નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા આવા તમામ સંદેશાઓ જે ટેલીમાર્કેટિંગ અથવા કોઈપણ પ્રકારના પ્રમોશનથી સંબંધિત છે તેને બ્લોક કરી દેવા જોઈએ. ટ્રાઈએ પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ટેલીમાર્કેટિંગ મેસેજ અને કોલનું એક નિશ્ચિત ફોર્મેટ હોવું જોઈએ જેથી કરીને યુઝર્સ તેનાથી સંબંધિત કોલને ઓળખી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button