નેશનલ

મણિપુરમા ભાજપ લધુમતી મોરચાના પ્રમુખનું ઘર ટોળાએ સળગાવી દીધું, જાણો કારણ…

નવી દિલ્હી : દેશના અનેક સ્થળોએ વકફ સુધારા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે મણિપુરમાં આ કાયદાનું સમર્થન કરવું ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અસ્કર અલી માટે મોંઘુ સાબિત થયું છે. જેમા આક્રોશમા આવીને ટોળાએ તેમના ઘરને સળગાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, મણિપુર લઘુમતી મોરચાના પ્રમુખ અસ્કર અલીએ વક્ફ બિલ કાયદાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી હતી. જોકે, શરૂઆતમાં લોકોએ તેમની પોસ્ટનો વિરોધ કર્યો. તેની બાદ લોકોએ તેમના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ કર્યો હતો.

ટોળાએ પ્રમુખના ઘરની બહાર તોડફોડ કરી આગ લગાવી દીધી

જોકે , તેની બાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ, ગુસ્સે ભરાયેલા ટોળાએ પ્રમુખના ઘરની બહાર તોડફોડ કરી અને બાદમાં તેને આગ લગાવી દીધી આ ઘટના પછી અલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે પોતાના પહેલાના નિવેદન બદલ માફી માંગી. ઘર સળગાવી દેવામાં આવ્યા પછી તેણે કાયદાનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: વકફ કાયદો બનતાની સાથે જ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં; વિરોધ પક્ષના નેતાની ચિંતા વધશે?

મણિપુરમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ

મણિપુરના ઘણા વિસ્તારોમાં વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ ઘટના પહેલા, ઇમ્ફાલ ખીણના ઘણા ભાગોમાં આ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. આ રેલીમાં 5,000 થી વધુ લોકો જોડાયા હતા. જેના કારણે લિલોંગ ખાતે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક ખોરવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી.

મુસ્લિમ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી

વકફ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમા એક પ્રદર્શનકારી સાકીર અહેમદે કહ્યું કે વકફ સુધારા કાયદો બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે. મુસ્લિમ સમુદાય માટે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button