નેશનલ

ભાજપ શાસિત આ રાજ્યમાં ધારાસભ્યએ સડક પર નમાજ પઢવાને લઈ કહી આ વાત, જાણો વિગત…

નવી દિલ્હીઃ હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાં ભાજપના ધારાસભ્યએ કરેલા નિવેદનને લઈ વિવાદ થઈ શકે છે. ભાજપના ધારાસભ્ય તરવિંદર મરવાહા કહ્યું, અમને કોઈની નમાજથી સમસ્યા નથી પરંતુ નમાજ તો મસ્જિદમાં જ પઢવી જોઈએ. સડક પર નમાજ પઢવાથી લોકોને પરેશાની થાય છે.

શું કહ્યું ભાજપના ધારાસભ્યએ?

ભાજપના ધારાસભ્યએ કહ્યું, જાહેર સ્થળો પરથી લોકો પસાર થતાં હોય છે ત્યાં કોઈપણ પ્રકારનું દબાણ ન હોવું જોઈએ. રાહદારીઓને કોઈપણ જાતની અગવડ ન પડવી જોઈએ. દરેકને તેમનો ધર્મ પાળવાની અને તહેવાર ઉજવવાની છૂટ છે. પરંતુ તમારા ધર્મથી બીજાને અસુવિધા ન થવી જોઈએ.

આ પણ વાંચો: દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…

નમાજ તો મસ્જિદમાં જ પઢવામાં આવે છે. અનેક જગ્યાએ સડક પર પણ નમાજ પઢવામાં આવે છે પરંતુ સડક પર નમાજ પઢવાથી લોકોને અગવડતા પડે છે. આમ આદમીને પરેશાની થાય છે. કોઈને નમાજથી સમસ્યા નથી, પરંતુ તેનાથી લોકોને અગવડતા ન ઉભી થવી જોઈએ.

આ પણ વાંચો:સરકારે ભારતીય ભાષાઓમાં કવિતાઓને પુનર્જીવિત કરવા માટે અજમાવ્યો આ કીમિયો…

આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઝુબૈર અહમદે કહ્યું, દિલ્હીમાં સડકો પર નમાજ પઢવામાં આવે છે. કેટલીક જગ્યાએ મસ્જિદમાં જગ્યા ન હોવાથી રોડ પર નમાજ પઢવામાં આવે છે. ભાજપ પાસે કોઈ કામ નથી એટલે આને મુદ્દો બનાવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button