મિઝોરમમાં એમએનએફ લેંગપુઇ એરપોર્ટ વાયુસેનાને સોંપવાના વિરોધમાં…

આઇઝોલઃ મિઝોરમના મિઝો નેશનલ ફ્રન્ટ(એમએનએફ)ના પ્રમુખ જોરામથાંગાએ તેમની પાર્ટી રાજ્યના એકમાત્ર લેંગપુઇ એરપોર્ટને ભારતીય વાયુસેના(આઇએએફ)ને સોંપવાની કોઇપણ યોજનાનો વિરોધ કરશે તેમ જણાવ્યું હતું. એમએનએફ મિઝોરમમાં મુખ્ય વિરોધ પક્ષ છે.
આ પણ વાંચો : ઉત્તમ અને અસાધારણ મિઝોરમનું નિર્માણ કરવા ભાજપ પ્રતિબદ્ધ: મોદી
પાર્ટી કાર્યાલય ખાતે એમએનએફની ૬૩મી વર્ષગાંઠ નિમિત્તે બોલતા જોરામથાંગાએ જણાવ્યું કે લેંગપુઇ એરપોર્ટ રાજ્યના અસ્તિત્વ અને અન્ય પ્રદેશો સાથે જોડાણનો સ્ત્રોત રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે જો સરકાર લેંગપુઇ એરપોર્ટને ભારતીય વાયુસેના અથવા અન્ય એજન્સીઓને સોંપવાનું વિચારે છે તો એમએનએફ અંત સુધી તેનો વિરોધ કરશે. એરપોર્ટને કોઇપણ ભોગે બીજાને સોંપી શકાય નહીં.
આ પણ વાંચો : કેન્દ્રની સૂચનાઓને અવગણીને અમે મ્યાનમાર અને બાંગ્લાદેશના ઝો લોકોને આશ્રય આપી રહ્યા છીએ: મિઝોરમના મુખ્ય પ્રધાન
અગાઉ મુખ્ય પ્રધાન લાલદુહોમાએ જણાવ્યું હતું કે લેંગપુઇ એરપોર્ટને એઆઇએફને સોંપવા અંગે રાજ્ય સરકારે હજુ સુધી નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું હતું કે એરપોર્ટને ભારતીય વાયુસેના અથવા ખાનગી એજન્સીઓને સોંપવાની સંભવિતતાનો અભ્યાસ કરવા માટે રચાયેલી કાર્યકારી સમિતિ હાલમાં આ બાબતનું મૂલ્યાંકન કરી રહી છે. તેમજ તેનો અહેવાલ આગામી કેબિનેટ બેઠકોમાં રજૂ કરવામાં આવશે.