મિઝોરમના સાંસદે ચૂંટણી પંચને પત્ર લખી કરી આ માંગ…
આઇઝોલ : મિઝોરમના રાજ્યસભાના સાંસદ કે. વનલાલવેના (K. Vanlalvena) એ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે 1047 જેટલા પોલીસકર્મીને મતદાન કરવા કરવાની મંજૂરી આપવામાં આવે. કારણ કે આ તમામ પોલીસકર્મીઓ ચૂંટણી દરમિયાન અન્ય રાજ્યોમાં ચૂંટણીની ફરજ પર હતા અને આથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નથી.
મિઝોરમના રાજ્યસભાના સાંસદ કે. વનલાલવેના હાલ તેમણે ચૂંટણી પંચને લખેલા પત્રના લીધે ચર્ચામાં છે. તેમણે ચૂંટણી પંચને અરજી કરી હતી કે ચૂંટણીની ફરજમાં રહેલા 1047 જેટલા પોલીસકર્મીઓ તેમના મૂળભૂત બંધારણીય અધિકારથી વંચિત રહ્યા છે. ચૂંટણીની ફરજ માટે તેઓ અન્ય રાજ્યોમાં હોવાથી મતદાન કરી શક્યા નથી. તો આ લોકોને મતદાન કરવા દેવામાં આવે તેવી અરજી સાંસદે ચૂંટણી પંચને કરી છે.
સાંસદે આ બાબતે ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી આ અરજી કરી હતી. તેમણે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે આ રીતે તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. ચૂંટણી ફરજમાં રહેલા આ 1047 જેટલા પોલીસકર્મીને મતદાન કરવા દેવું જોઈએ.
કે. વનલાલવે એ મિઝોરમથી રાજ્યસભામાં સંસદસભ્ય છે . તે મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીના નેતા છે અને કેન્દ્રમાં NDA સાથે ગઠબંધનમાં છે. હાલ તેઓ મિઝો નેશનલ ફ્રન્ટના કોર કમિટીના સભ્ય પણ છે.