
નવી દિલ્હી/ઐઝવાલઃ દેશમાં રેલવેનું નિર્માણ તો અંગ્રેજો કરી ગયા, પણ તબક્કાવાર એક પછી એક રાજ્ય-પાટનગરને જોડવાનું કામ પણ હજુ પણ ચાલુ છે. ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વની રેલ કનેક્ટિવિટી છે, પરંતુ હજુ ‘સેવન સિસ્ટર્સ’ પૈકીના સ્ટેટમાં ડાયરેક્ટ ટ્રેન કનેક્ટિવિટી પર્યાપ્ત નથી.
જેથી હજુ પણ ધીમે ધીમે મહત્ત્વના શહેરોને જોડવાનું કામ ચાલુ છે. વધુ એક રાજ્યને રેલવેથી જોડવાનું સપનું આગામી મહિને સાકાર કરવામાં આવશે. એટલે આઝાદી પછી મિઝોરમના પાટનગર ઐઝવાલ ઈન્ડિયન રેલવેના મેપ સાથે કનેક્ટ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે અહીંની રેલ લાઈનનું ઉદ્ઘટાન કરશે.

આગામી મિહને બૈરાબી સૈરાંગ રેલ લાઈનનું ઉદ્ઘાટન
મિઝોરમમાં બૈરાબી સૈરાંગ રેલવે લાઈનના ઉદ્ઘાટનને લઈ ખૂદ મિઝોરમના મુખ્ય પ્રધાન લાલદુહોમાએ માહિતી આપી હતી. આગામી મહિને બારમી તારીખના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને એની નાઈટ પણ પાટનગરમાં વીતાવશે.
ત્યાર બાદ બીજા દિવસ દરમિયાન નવી રેલવે લાઈન બૈરાબી સૈરાંગનું ઉદ્ઘાટન કરશે. એની સાથે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ રાજ્યના વિવિધ રેલ પ્રકલ્પની પણ સમીક્ષા કરશે અને એના મુદ્દે ચર્ચા પણ કરી છે.
આ પણ વાંચો…ચીન LAC ખાતે બનાવી રહ્યું છે તિબેટ-શિનજિયાંગ રેલવે લાઈન, ભારત માટે ‘ખતરો’?

196 નંબરના પુલની ઊંચાઈ કુતુબ મિનારથી વધુ
પ્રસ્તાવિત પ્રકલ્પની વિશેષતા અંગે અધિકારીએ કહ્યું હતું કે અહીંની રેલવે લાઈનનો 51.38 કિલોમીટરનો લાંબો રેલવે રુટ છે, જેમાં 142 પુલ અને 48 ટનલ છે. આ રેલવે લાઈન હવે ઐઝવાલને જોડશે.
અહીંની 48 ટનલ છે, જેની લંબાઈ 12.8 કિલોમીટરની છે, જ્યારે પંચાવન પુલનો સમાવેશ થાય છે, જ્યારે 87 નાના પુલ છે, જેમાંથી એક પુલ (196 નંબર)ની ઊંચાઈ કુતુબ મિનારથી વધુ છે. પુલની ઊંચાઈ 104 મીટર છે
પ્રસ્તાવિત પ્રોજેક્ટ એક્ટ ઈસ્ટ પોલિસીનો એક ભાગ
સીએમ લાલદુહોમાએ કહ્યું કે સૈરાંગ રેલવે સ્ટેશન એક વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે. એના પછી રેલવે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસ પણ શરુ કરવામાં આવશે.
પ્રસ્તાવિત રેલવે પ્રોજેક્ટ કેન્દ્રની એક્ટ ઈસ્ટ પોલિસીનો ભાગ છે, જે 51.38 કિલોમીટર લાંબા રેલ નેટવર્કનો સમાવેશ થાય છે, જ્યારે તેનો ઉદ્દેશ ઉત્તર-પૂર્વ રાજ્યને સર્વોત્તમ રેલ કનેક્ટિવિટી આપવા આર્થિક વિકાસને પ્રોત્સાહનનો છે.

હવે ગુવાહાટીથી ઐઝવાલ બાર કલાકમાં પહોંચી શકાશે
અત્યાર સુધીમાં મિઝોરમના લોકોને ટ્રેનની કનેક્ટિવિટી ફક્ત બૈરાબી રેલવે સ્ટેશન સુધી હતી, જે આસામના મિઝોરમ સીમા પર આવેલ છે, પરંતુ હવે બૈરાબી-સૈરાંગ રેલવે લાઈનના નિર્માણ પછી ઐઝવાલ સુધી પહોંચી શકાશે. દુર્ગમ પહાડો સુધી રેલ લાઈનનું નિર્માણ કાર્ય પણ એક ચમત્કારથી કમ નથી.
જેમાં અનેક કુદરતી પડકારોનો સામનો કરવો પડ્યો હતો. દરિયાની સપાટીથી લગભગ 81 મીટરની ઊંચાઈ પર પુલ બનાવવામાં આવ્યા હતા. ગુવાહાટીથી ઐઝવાલ રોડ માર્ગે અઢાર કલાકનો સમય લાગે છે, પરંતુ રેલ કનેક્ટિવિટી મળતા 12 કલાકમાં પહોંચી શકાશે, જ્યારે સુરક્ષાની વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.