બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થી ગુમ, વિદેશ પ્રધાનને જયશંકરને મદદની અપીલ

વિદેશમાં અભ્યાસ કરવો એક શોખ જેવું છે જો કે વિદેશમાં એકલા રહેવું તે પણ જોખમ ભરેલું છે તેમ છતાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ વિદાશમાં ભણવા જતા હોય છે. પરંતુ વિદેશમાં વિદ્યાર્થીઓ ફસાઇ પણ જતા હોય છે. હાલમાં જ બ્રિટનમાં એક ભારતીય વિદ્યાર્થી ગુમ થવાની ઘટના બની છે. આ મામલે વિદેશ પ્રધાન એસ જયશંકરને મદદ માટે વિનંતી પણ કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરને સોશિયલ મીડિયા દ્વારા આ વિદ્યાર્થીને શોધવા માટે મદદની અપીલ કરી છે.
કેટલાક અહેવાલો અનુસાર વિદ્યાર્થી 15 ડિસેમ્બરથી પૂર્વ લંડનમાંથી ગુમ થયેલો છે. ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ 16 ડિસેમ્બરના રોજ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે વિદ્યાર્થીનું નામ ગુરશમન સિંહ ભાટિયા છે. તે લંડનની લોફબોરો યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તે 15 ડિસેમ્બરથી ગુમ છે તો મારી વિદેશ પ્રધાનને વિનંતી છે કે તેઓ વિદ્યાર્થીને શોધવા માટે મદદ કરે.
સિરસાના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીને છેલ્લી વખત ઈસ્ટ લંડનના કેનેરી વ્હાર્ફમાં જોયો હતો. તેઓએ લોફબોરો યુનિવર્સિટી અને ભારતીય હાઈ કમિશનને પણ તેમને શોધી કાઢવા વિનંતી કરી છે. તેમજ તેમણે ગુમ થયેલા વિદ્યાર્થી વિશે માહિતી આપવા માટે એક નંબર જાહેર કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમને પોતાના શોસિયલ મિડીયા પર આ ત્રણ નંબર પણ શેર કર્યા હતા. +917841000005 અથવા +447387431258.
વિદ્યાર્થી બે વર્ષની યુકે રેસિડન્સ પરમિટ પર હતો. જે 2 જૂન, 2024 સુધી માન્ય હતી. સિરસાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા તેના યુનિવર્સિટી ઓળખ કાર્ડ મુજબ તે અનુસ્નાતક વિદ્યાર્થી છે.