કમનસીબીઃ ઉપરાષ્ટ્રપતિ પદ માટે નિવૃત્ત ક્લાર્કે ઉમેદવારી નોંધાવી, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અજમાવ્યું હતું નસીબ...
નેશનલ

કમનસીબીઃ ઉપરાષ્ટ્રપતિ પદ માટે નિવૃત્ત ક્લાર્કે ઉમેદવારી નોંધાવી, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અજમાવ્યું હતું નસીબ…

ભિવાની: દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએ અને ઈન્ડી ગઠબંધને તેમના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. તેમજ તેમણે ઉમેદવારી પત્ર પણ ભર્યા છે.

ત્યારે હવે હરિયાણાથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે નિવૃત્ત ક્લાર્કે ઉમેદવારી નોંધાવી છે. આ વ્યક્તિનું નામ જગત સિંહ છે. જગત સિંહ 71 વર્ષના છે. તેમજ તેમણે આ પૂર્વે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.

વર્ષ 2012માં વીજ નિગમમાંથી નિવૃત્ત થયા
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા જગત સિંહ મૂળ ચાંગ ગામના રહેવાસી છે. તે વીજ નિગમમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તે વર્ષ 2012માં વીજ નિગમમાંથી નિવૃત્ત થયા હતા.

હવે તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જગત સિંહે કહ્યું કે મેં 36 વર્ષ સુધી વીજ વિભાગમાં કામ કર્યું છે. તેમજ ક્યારેય કોઈ પાસેથી લાંચ લીધી નથી.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે માટેનું ઉમેદવારી રદ કરાયું હતું
જગત સિંહ આ પૂર્વે પણ ત્રણ વખત રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. પરંતુ દરેક વખતે ઔપચારિકતાઓ પૂર્ણ ન થવાને કારણે તેમનું ઉમેદવારી રદ કરવામાં આવ્યું હતું. તેમણે ભૂતકાળમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ લડી ચૂક્યા છે.

વિધાનસભા ચૂંટણી પણ લડી
આ ઉપરાંત જગતસિંહે હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે પણ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત તેમણે વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. જગત સિંહ નિવૃત્તિ બાદ હાલમાં ચાંગ ગામમાં રોજિંદા ઘરકામ કરે છે.

આ પણ વાંચો…વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ક્યાં વિવાદાસ્પદ ચૂકાદા આપ્યા હતા?



Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button