મણિપુર હિંસા મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાં….

ઇમ્ફાલ: મણિપુરમાં ત્રણ નવેમ્બરના રોજ થયેલી હિંસાના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે એટલે કે 13 નવેમ્બરના રોજ મોટી કાર્યવાહી કરી હતી. મંત્રાલયે મેતઇના આતંકવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું હતું.
આ ઉપરાંત પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને તેની રાજકીય પાંખ રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની પાંખ મણિપુર પીપલ્સ આર્મી પર પ્રતિબંધો લાદ્યા છે. મણિપુરમાં તણાવ બાદ ઘણા સંગઠનોને ગેરકાયદેસર તરીકે જાહેર કર્યા હતા અને તેમના પર પાંચ વર્ષના સમયગાળા માટે પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક (PREPAK), રેડ આર્મી અને કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP) પર પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ મેના રોજ મણિપુરમાં હિંસાની આગ ફાટી નીકળી હતી જ્યારે કુકી અને મેતઈ સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. હિંસામાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. તેમજ હિંસાને કારણે હજારો લોકોને અન્ય રાજ્યોમાં ભાગી જવાની ફરજ પડી હતી અને હજારો લોકોને રાહત શિબિરોમાં પણ રાખવામાં આવ્યા હતા.