ભારત ચીન LAC પરના આર્મી ચીફના નિવેદન બાદ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખાની(LAC)સ્થિતિ અંગે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપેલા નિવેદન બાદ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. તેમજ કહ્યું છે સેના પ્રમુખના નિવેદન અને હાલની સ્થિતિ અંગે કોઇ વિરોધાભાસ નથી. હાલમાં સેના પ્રમુખે કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા વિસ્તારમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે અમુક હદ સુધી વિવાદ છે.
ડેમચોક અને ડેપ્સાંગ થી સૈન્ય પરત ખેંચી લીધું
આ અંગે વધુ સ્પષ્ટતા કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, સેના પ્રમુખે જે કહ્યું છે અને અમે જે વલણ અપનાવ્યું છે તેમાં અમને કોઈ વિરોધાભાસ દેખાતો નથી. તેમજ ગત વર્ષે 21 ઓક્ટોબરના રોજ બે દેશો વચ્ચે થયેલા કરાર બાદ ભારતીય અને ચીની લશ્કરી પક્ષોએ ડેમચોક અને ડેપ્સાંગના બે બાકીના વિવાદિત બિંદુઓ પરથી સૈન્ય પરત ખેંચી લીધું હતું.
આપણ વાંચો: કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક ભયાનક વિસ્ફોટઃ સેનાના 6 જવાન ઘાયલ
એલએસી હાલાત સ્થિર છે પરંતુ થોડા સંવેદનશીલ
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં સેના પ્રમુખ જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે હજુ પણ અમુક હદ સુધી ગતિરોધ છે અને બંને પક્ષોએ પરિસ્થિતિને શાંત કરવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ડેપસાંગ અને ડેમચોકમાં ઘર્ષણ સમાપ્ત થયું છે અને સેના પરત લેવામાં આવી છે. જ્યારે આર્મી ચીફે કહ્યું કે સેનાઓ વચ્ચે હજુ પણ થોડો વિવાદ છે. તેમણે કહ્યું હતું કે એલએસી હાલાત સ્થિર છે પરંતુ થોડા સંવેદનશીલ છે.
આપણ વાંચો: ઈન્ડિયન આર્મીએ લદ્દાખમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરી
સેના અને વિદેશ મંત્રાલય બંનેનું આ મુદ્દા પર સમાન વલણ
જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલને આર્મી ચીફના નિવેદન પર પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે
સેના અને વિદેશ મંત્રાલય બંનેનું આ મુદ્દા પર સમાન વલણ છે. વિદેશ મંત્રીએ સૈનિકો પાછા ખેંચવા અંગે પોતાનું વલણ ખૂબ જ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું, જ્યાં સુધી 21 ઓક્ટોબરના રોજ થયેલા કરારનો સંબંધ છે ત્યાં સુધી અમારું લક્ષ્ય પેટ્રોલિંગ પોઇન્ટ પર પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવાનું છે.