ભારતમાં 5th જનરેશનના ફાઇટર જેટના ઉત્પાદન માટે આ કંપનીઓએ બોલી લગાવી

નવી દિલ્હી: સંરક્ષણ ઉત્પાદન મામલે ભારત આત્મનિર્ભર બને એ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નો કરી રહીં છે. ભારતીય વાયુસેનામાં 5th જનરેશનના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ સામેલ કરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સંરક્ષણ માત્રલાયે ₹2 લાખ કરોડના ખર્ચે 125 થી વધુ ફાઈટર જેટ બનાવવા માટે ટેન્ડર રજુ કર્યું છે, જેના માટે સાત કંપનીઓએ બિડ સબમિટ કરી છે.
કેન્દ્ર સરકારની યોજના મુજબ આ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) સંપૂર્ણ રીતે ભારતમાં જ બનવવામાં આવશે, આ વિમાનો પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ હશે. આ જેટ્સના પ્રોટોટાઇપ ડિઝાઇન એન્ડ ડેવલોપમેન્ટ માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એક અથવા તેથી વધુ કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે.
આ પણ વાંચો: ભારતીય વાયુસેનાના MiG-21 ફાઇટર જેટ્સ રિટાયર: હવે આ વિમાનોનું શું થશે?
આ કંપનીઓએ બિડ સબમિટ કરી:
અહેવાલ મુજબ આ વિમાનોના ઉત્પાદન માટે લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને અદાણી ડિફેન્સે બિડ સબમિટ કરી છે. સબમિટ કરવામાં આવેલી બિડની બ્રહ્મોસ એરોસ્પેસના ભૂતપૂર્વ વડા એ. શિવથનુ પિલ્લઈની આગેવાની હેઠળની સમિતિ સમીક્ષા કરશે. આ સમિતિ પોતાનો રીપોર્ટ સંરક્ષણ મંત્રાલયને સોંપાશે, ત્યાર બાદ બીડ અંગે સરકાર અંતિમ નિર્ણય લેશે.
અહેવાલ મુજબ આ જેટ્સના ઉત્પાદન માટે બોલી લગાવનારી સાતમાંથી બે કંપનીઓની પસંદગી કરવામાં આવશે. આ કંપનીઓને પાંચ મોડેલ બનાવવા માટે ₹15,000 કરોડ આપવામાં આવશે, જેની ચકાસણી બાદ કંપનીને વિમાન ઉત્પાદન અધિકારો આપવામાં આવશે.
આ પણ વાંચો: કેનેડામાં વિમાન હાઇજેક થતા ખળભળાટ, અમેરિકાએ ફાઇટર જેટ રવાના કર્યા; જાણો પછી શું થયું
ભારત આ ક્લબમાં સામેલ થઇ જશે:
સરકાર AMCA ના ઉત્પાદન માટે કુલ ₹2 લાખ કરોડની યોજના ધારાવે છે, જે હેઠળ 125 થી વધુ ફાઇટર જેટ બનવવામાં આવશે કરવામાં આવશે. આ યોજન હેઠળ ઉત્પાદિત વિમાનો વર્ષ 2035 બાદ વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
આ વિમાનો ભારતીય વાયુ સેનામાં સામેલ થયા બાદ ભારત યુનાઇટેડ સ્ટેટ્સ (F-22 અને F-35), ચીન (J-20) અને રશિયા (Su-57) જેવા પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ ધરાવતા દેશોની યાદીમાં જોડાશે.