નેશનલ

નિયમોના ઉલંઘન બદલ ઝીરોધાના નીતિન કામથને દંડ ફટકારવામાં આવ્યો! જાણો શું છે મામલો

મુંબઈ: નિયમોના ઉલંઘન બદલ ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝીરોધા (Zerodha) સામે પગલા ભરવામાં આવ્યા છે. એક અહેવાલ મીડિયા અહેવાલ મુજબ ઝીરોધા કંપનીના ફાઉંડર નિતિન કામથ (Nithin Kamath) સહીત કંપનીના ઘણા પદાધિકારીઓ પર કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (Ministry of Corporate Affairs) દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. મંત્રાલયે નિર્ધારિત સમયની અંદર ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO)ની નિમણૂક ન કરવા બદલ ઝીરોધા એસેટ મેનેજમેન્ટ(Zerodha AMC) ના તમામ ડિરેક્ટરોને દંડ ફટકાર્યો છે.

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે 31 જુલાઈએ આ આદેશ બહાર પડ્યો હતો. આદેશ મુજબ, ઝેરોધાએ એએમસીએ કંપની એક્ટ, 2013ની કલમ 203નું ઉલ્લંઘન કર્યું છે. આ કદાય મુજબ અંતર્ગત 10 કરોડ રૂપિયાથી વધુની પેડ અપ કેપિટલ ધરાવતી કંપનીઓએ CFOના પદ પર કાયમી નિમણૂક કરવી જરૂરી છે. પરંતુ, ઝીરોધા કંપની સીએફઓ વિના કામ કરી રહી હતી.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે કંપની રેગ્યુલેટરે ઝીરોધા એએમસી પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત કંપનીના સંસ્થાપક નીતિન કામથ પર 4.08 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ઝીરોધાએ માર્ચ 2023માં ચિંતન ભટ્ટને કંપનીના CFO તરીકે નિયુક્ત કર્યા હતા. તે પહેલા તે કંપની એક્ટનું પાલન કરતી ન હતી. આ વિલંબના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે કંપનીના સીએફઓનું પદ 20 ડિસેમ્બર, 2021થી 23 માર્ચ, 2023 સુધી એટલે કે 459 દિવસ સુધી ખાલી હતું. ઝેરોધા અને તેના અધિકારીઓને દંડ ભરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના ડાયરેક્ટર પોતાના પૈસામાંથી જ દંડ ભરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button