ગુજરાત-રાજસ્થાન સરહદ પર થશે મોટી લશ્કરી કવાયત: સૈનાની ત્રણેય પાંખ કરશે શક્તિ પ્રદર્શન | મુંબઈ સમાચાર
નેશનલ

ગુજરાત-રાજસ્થાન સરહદ પર થશે મોટી લશ્કરી કવાયત: સૈનાની ત્રણેય પાંખ કરશે શક્તિ પ્રદર્શન

નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળો દ્વારા અવારનવાર સૈન્ય અભ્યાસો હાથ ધરવામાં આવે છે. પહલગામ હુમલા બાદ ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે. જેથી ભારતીય સેનાએ પોતાના સૈન્ય અભ્યાસો વધારી દીધા છે. જેને લઈને હવે રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં લશ્કરી કવાયતનું આયોજન થવા જઈ રહ્યું છે.

ક્યારે થશે સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન

30 ઓક્ટોબરથી 10 નવેમ્બર દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં મોટી સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયતમાં થળસેના, વાયુસેના અને નૌકાદળ એમ ભારતીય સેનાની ત્રણેય પાંખ ભાગ લેશે. આ સંદર્ભે હવાઈ મુસાફરીને લગતી મહત્વની માહિતી આપતો એક NOTAM પણ જારી કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: આત્મનિર્ભરતા તરફ વધતા ભારતીય સશસ્ત્ર દળો નવા વર્ષે ક્ષમતામાં થશે વધારો

ભારતે મે મહિનામાં પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા બાદ કોઈપણ પરિસ્થિતિમાં યુદ્ધ માટે સેનાને સતત તૈયાર રાખવા પર ભાર મૂક્યો છે. તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભારતીય સેનાની “થર શક્તિ” લશ્કરી કવાયતનું અવલોકન કર્યું હતું.

જેસલમેરની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહે લોંગેવાલામાં આ કવાયત જોઈ હતી, જ્યાં સૈનિકોએ રણની રેતી પર તેમની આધુનિક યુદ્ધ ક્ષમતાઓ અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ કવાયતમાં રોબોટ શ્વાન, ડ્રોન, અતૌર N1200 જેવા અદ્યતન વાહનો, અત્યાધુનિક ટેન્ક અને હેલિકોપ્ટરનો સમાવેશ થતો હતો, જે ભવિષ્યવાદી યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરતા હતા.

NOTAM શું છે?

NOTAM નો અર્થ “Notice To Airmen” થાય છે. આ એક એવી સૂચના છે જે પાઇલોટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને અન્ય ઉડ્ડયન કર્મચારીઓને હવાઈ મુસાફરી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. લશ્કરી કવાયતો જેવા કામચલાઉ જોખમો વિશે જાણ કરીને તે ફ્લાઇટની સલામતી સુનિશ્ચિત કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button