ટોપ ન્યૂઝનેશનલ

MiG-29 Crash: રાજસ્થાનમાં એરફોર્સનું પ્લેન ગામ પર પડતા રહી ગયું, પાયલોટે આ રીતે ટાળી મોટી દુર્ઘટના

બાડમેર: ગઈ કાલે સોમવારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાવાસ ગામમાં ઇન્ડિયન એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ-29 ક્રેશ (Mig 29 Crash in Rajasthan) થઇ ગયું. પ્લેનમાં સવાર બંને પાઈલટોએ પોતાની જાતને ઇન્જેક્ટ કરવામાં સફળ રહ્યા હતા. પાયલોટની સૂઝબૂઝ અને સમયસુચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી, કારણ કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાંથી થોડે દૂર રહેણાંક વિસ્તાર અને ઓઈલ ફિલ્ડ આવેલા છે. સદનસીબે પ્લેન રાજસ્થાનના સૌથી મોટા ઓઈલ ફિલ્ડ મંગલા પ્રોસેસિંગ ટર્મિનલથી થોડે દુર ક્રેશ થયું, જેના જાનહાની ટળી હતી.

આ ઘટનાની એરફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુષ્ટિ કરી છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર, મિગ 29 એ નિયમિત પરીક્ષણ માટે સોમવારે રાત્રે ઉતરલાઈ એરબેઝથી ટેક ઓફ કર્યું હતું. પરંતુ એક ટેકનિકલ ખામીના કારણે એરક્રાફટ કાબુની બહાર જતું રહ્યું હતું, જેના કારણે પાઈલટોને પ્લેન ઇન્જેક્ટ કરવામાં ફરજ પડી હતી.

આ ઘટના સોમવારે મોડી રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અધિકારીઓ અને એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અકસ્માત સ્થળની આસપાસ 400 મીટરનો વિસ્તાર સીલ કરી અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્લેનના એક પાયલટે ઘટના સ્થળથી 4 કિલોમીટર દૂર ઇન્જેક્ટ કર્યું હતું અને બીજા પાઈલટે ઘટનાસ્થળથી થોડે દૂર ઇન્જેક્ટ કર્યું હતું. જ્યારે ગ્રામજનો પહેલા પાયલોટ પાસે પહોંચ્યા તો પાયલોટે કહ્યું કે અમે તમારું ગામ બચાવી લીધું છે. મારો સાથી પ્લેનની નજીક ક્યાંક પડ્યો છે. તેને મદદની જરૂર છે, તેને ઝડપથી શોધો અને એરફોર્સને અમારા સ્થાન વિશે જાણ કરો.

આ અકસ્માત કવાસ ગામથી ત્રણ કિલોમીટર દૂર ખેતરોમાં થયો હતો. લોકોએ ખેતરોમાં વાવણીની સાથે સાથે વિવિધ સ્થળોએ વાડ પણ લગાવી દીધી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ નજીકના કેર્ન વેદાંત ઓઇલ ફિલ્ડમાંથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ રસ્તાના અભાવે તે સ્થળથી થોડે દૂર રેતીમાં ફસાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ક્રેશ થયેલા વિમાનના કાટમાળમાં લાગેલી આગ ઓલવાઈ શકી ન હતી અને મોડી રાત સુધી આગ બળતી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button