ઇન્ટરનેશનલનેશનલ

Microsoft Outage: આ એક ટેકનિકલ ખામી કે પછી સાયબર અટેક ? નિષ્ણાતોના મતે….

આજે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસમાં ટેકનિકલ આઉટેજ (Microsoft Outage) શરુ થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ આઉટેજની અસર વિવિધ ક્ષેત્રે જોવા મળી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લેપટોપ અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈ ગયા હતા. આ આઉટેજને કારણે એરપોર્ટથી માંડીને સુપરમાર્કેટ, બેંકિંગ, સ્ટોક માર્કેટ્સની કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.

CrowdStrike એક સાયબર સિક્યુરિટી કંપની છે, જે Microsoft અને અન્ય ઘણા પ્લેટફોર્મને સાયબર હુમલાઓથી બચાવવા માટે કામ કરે છે. કંપનીએ એક મોટું અપડેટ રિલિજ કર્યું હતું, જેના કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો તેને સાયબર એટેક સાથે જોડી રહ્યા છે.

શું સમસ્યા સર્જાય છે?
આજે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ વિન્ડોઝ પર કામ કરતી લાખો સિસ્ટમ્સ પર બ્લુ સ્ક્રીન અથવા બંધ થવાની સમસ્યાની શરૂઆયાત થવા લાગી હતી. આ સમસ્યાનું કારણ CrowdStrike હોવાનું માનવામાં આવે છે, જેણે હાલમાં તેણે પોતાનું નવું અપડેટ ઇન્સ્ટોલ કર્યું હતું. આ અપડેટમાં કોન્ફ્રીગેશન ખોટું થયું અને જેના કારણે હાલ Microsoft 365ના યુઝર્સ પ્રભાવિત થઈ રહ્યા છે. 

આ પણ વાંચો: ‘હેપ્પી વીકએન્ડ, થેંક યુ માઇક્રોસોફ્ટ…’ Microsoft ક્રેશ થતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર

CrowdStrike CEO George Kurtzએ X પર આ વિશે એક પોસ્ટ કરીને જણાવ્યું હતું લે તે તેના ગ્રાહકો સાથે મળીને કામ કરી રહ્યા છે. વિન્ડોઝ હોસ્ટ માટે રીલીઝ થયેલ અપડેટને કારણે આ સમસ્યા આવી છે. આનાથી Mac અને Linux ને અસર થઈ નથી. આ સાયબર એટેક નથી.

ટેકનિકલ ભૂલ કે ખામી?

આ સમસ્યા બાદ લોકોને એવો પ્રશ્ન પણ થાય છે કે શું આ માત્ર એક ટેકનિકલ ખામી છે કે પછી કોઈક સાયબર હુમલાને કારણે દુનિયાભરની સિસ્ટમો ઠપ્પ થઈ ગઈ છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ સવાલ ઉઠાવી રહ્યા છે. સાયબર એક્સપર્ટ પણ આવું જ માંની રહ્યા છે.

સાયબર એક્સપર્ટ આ સમસ્યા સાયબર અટેક જ છે તેવી સ્પષ્ટતા નથી કરતાં પરંતુ તેઓ તેની શક્યતાને પણ નકારતા નથી. ડેઈલીમેઈલના રિપોર્ટ અનુસાર, ટેક એક્સપર્ટ Jake Mooreએ કહ્યું કે આ CrowdStrikeની ટેક્નિકલ ખામી છે, પરંતુ સાઈબર એટેકની શક્યતાને કારણે તેમણે આવું કર્યું નથી. 

આ સમસ્યા બાદ સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ જોવા મળી રહી છે જેમાં આ એક પ્રકારનો સાયબર એટેક હોવાની વાત કરવામાં આવી રહી છે. . ઘણા નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત છે કારણ કે જ્યારે પણ સાયબર એટેક થયો છે ત્યારે જ આવા કિસ્સાઓ જોવા મળ્યા છે. સાયબર એટેકમાં સેવાઓ પ્રભાવિત થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…