નેશનલ

શાળાઓ અને સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ફરજિયાત, હવે 2 નહીં પણ 6 છંદ ગવાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આજે બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમોમાં જણાવવામાં આવ્યું કે તમામ સરકારી કાર્યક્રમો અને તમામ શાળાઓમાં રાષ્ટ્ર ગાન ‘જન, ગણ, મન’ પહેલાં ‘વંદે માતરમ’ ગાવું ફરજીયાત રહેશે. આ દરમિયાન તમામ લોકોએ પોતાની જગ્યાએ ઉભા રહેવું પણ જરૂરી છે.

રાષ્ટ્ર ગાનમાં ચાર છંદ ઉમેરવામાં આવ્યા છે, જે 1937માં કોંગ્રેસ અધિવેશમાં બાકાત રાખવામાં આવ્યા હતાં. હવે રાષ્ટ્રીય ગીત છ છંદ વાળું હશે, જે 3 મિનિટ અને 10 સેકન્ડ સુધી ચાલશે.

નવા નિયમો મુજબ પદ્મ પુરસ્કારો જેવા નાગરિક પુરસ્કાર સમારોહમાં અને રાષ્ટ્રપતિ હાજરી આપે તેવા અન્ય તમામ કાર્યક્રમોમાં તેમના આગમન અને પ્રસ્થાન દરમિયાન પણ રાષ્ટ્રીય ગીત વગાડવું ફરજિયાત છે. સરકારે કાર્યક્રમોની યાદી પણ જાહેર કરી છે, જેમાં રાષ્ટ્રીય ગીત વગાડવું ફરજીયાત છે.

અહેવાલ મુજબ સિનેમા હોલ અન્ય અન્ય જાહેર સ્થળો એ પણ રાષ્ટ્રીય ગીત વગાડવામાં આવશે, જોકે આ એ જગ્યાએ ઉભા રહેવું ફરજિયાત નથી.

રાષ્ટ્રીય ગીત નો સંક્ષિપ્ત ઈતિહાસ:
વંદેમાતરમ્ ગીતની રચાના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, શરૂઆતમાં તે એક સ્વતંત્ર રચના હતી, બાદમાં તેને 1882માં પ્રકાશિત થયેલી બંકિમચંદ્રની નવલકથા આનંદમઠમાં સામેલ કરવામાં આવી. 1896માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ રાષ્ટ્રગાન ગયું, 7 ઓગસ્ટ 1905 ના રોજ વંદે માતરમનો સૌપ્રથમ રાજકીય નારા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

1937માં જવાહરલાલ નેહરુ અધ્યક્ષ પદ પર હતાં ત્યારે કોંગ્રેસે ફૈઝપુરમાં રાષ્ટ્રીય અધિવેશનમાં આ ગીતના ફક્ત પહેલા બે છંદનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઝાદી બાવ બંધારણ સભા 1950માં તેને ભારતના રાષ્ટ્રીય ગાન તરીકે અપનાવ્યું.

સંસદમાં વિવાદ:
નોંધનીય છે કે ગીત લખાયાની 150મી વર્ષગાંઠના પ્રસંગે સંસદના ચોમાસું સત્રમાં ચર્ચા કરવામાં આવી હતી, આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે જવાહરલાલ નહેરુએ મોહમ્મદ અલી ઝીણાને ખુશ કરવા આ ગીતનો વિરોધ કર્યો હતો અને ગીતને મુસ્લિમોની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યું હતું. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી.

ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મૂળ ગીતમાંથી ચાર છંદ દુર કર્યા હતાં. જેમાં દુર્ગા સહિત ત્રણ હિન્દુ દેવીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો…વંદે માતરમ હવે 65 સેકન્ડ નહીં પણ 3 મિનિટ 10 સેકન્ડનું રહેશે, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button