મનરેગા હવે ભૂતકાળ! રાષ્ટ્રપતિએ VB-GRAMG બિલને મંજૂરી આપી, 125 દિવસની રોજગાર ગેરંટી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા VB-G RAM Gને બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે VB-G RAM G (Viksit Bharat—Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin)) બિલ કાયદો બની ગયું છે. તમને જણાવી દઈએ કે, આ કોઈ નવો કાયદો નથી, મનરેગાનું નામ બદલીને VB-G RAM G કરવામાં આવ્યું છે.
જો કે, તેમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યાં છે. જેમ કે, હવે VB-G RAM G યોજનામાં મજૂરોને 125 દિવસના કામની ગેરન્ટી આપવામાં આવશે. આ પહેલા મનરેગામાં માત્ર 100 દિવસ જ કામ આપવામાં આવતું હતું. ચાલો જાણીએ VB-G RAM G માં શું-શું ખાસ છે…
આપણ વાચો: VB G RAM G બિલ: થરૂરે શાયરાના અંદાજમાં બિલનો વિરોધ કર્યો, શિવરાજસિંહે ટેકો આપ્યો
વિપક્ષના વિરોધ વચ્ચે બિલ કાયદો બની ગયું
વિગતે વાત કરવામાં આવે તો, વિકસિત ભારતની ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ) એટલે કે, VB-G RAM G બિલ 2025ના શિળાયુ સત્રમાં બંને સદનમાં પાસ થયું હતું. આજે આ VB-G RAM G બિલ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા પણ હસ્તાક્ષક કરી દેવામાં આવ્યાં છે, જેથી VB-G RAM G બિલ હવે કાયદો બની ગયું છે. વિપક્ષ દ્વારા આ બિલનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સંસદમાં વિપક્ષે બિલની કોપીઓ ફાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
VB-G RAM G યોજનામાં 125 દિવસ સુધી રોજગારની ગેરંટી
આ બિલને સરકાર 1 એપ્રિલ 2026થી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ હવે છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા (MGNREGA) નું સ્થાન લેશે. જેમાં હવે લોકોને કાનૂની રીતે 100 વર્ષની જગ્યાએ 125 દિવસ સુધી રોજગારની ગેરંટી આપવામાં આવશે.
સરકારનું કહેવું છે કે, મનરેગામાં અનેક ખામીઓ હતી, જેથી VB-G RAM G યોજના અનેક પ્રકારે ચર્ચા કરીને બનાવવામાં આવી છે. વિપક્ષ દ્વારા VB-G RAM G યોજના પર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વ્યર્થ હોવાનું પણ સરકારે જણાવ્યું હતું.
આપણ વાચો: મોદી સરકાર મનરેગા યોજના રદ કરશે! આ નવું બિલ રજુ કરશે, રાજ્યોની ચિંતા વધશે
શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
ગ્રામીણ વિકાસ પ્રધાન અને મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, કોંગ્રેસની યુપીએ સરકાર વખતે જવાહર રોજગાર યોજનાનું નામ બદલવામાં આવ્યું હતું. તો શું તેના કારણે જવાહર લાલ નહેરૂજીનું મહત્વ ઓછું થયું છે? કોંગ્રેસ આ યોજના મામલે ખોટો વિરોધ કરી રહ્યું છે.
તે વખતે કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટે જ મનરેગામાં ગાંધીજીનું જોડ્યું હતું. શિવરાજસિંહે કહ્યું કે, ગત 2009ની લોકસભા ચૂંટણી વખતે જ ગાંધીજીનું નામ મનરેગા સાથે જોડવામાં આવ્યું હતું.



