મેટાનું સોશિયલ મીડિયા સફાઈ અભિયાન, ફેસબૂક પર સ્પેમ કન્ટેન્ટ સામે મોટી કાર્યવાહી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાના ગોરખ ધંધા ચાલી રહ્યા હોવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે મેટાના ફેસબૂક આવા ફેક એકાઉન્ટ પર મોટી કાર્યવાહી કરી છે. લગભગ 1 કરોડ જેટલા ડુપ્લિકેટ અને ખોટા એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. 2025ના પ્રથમ છ મહિનામાં આ એકાઉન્ટ્સ ડિલીટ કરાયા, જે સ્પેમ કન્ટેન્ટ ફેલાવતા હતા. આ પગલું ફેસબૂકને વધુ વિશ્વસનીય અને સ્વચ્છ બનાવવાના હેતુથી લેવાયું છે.
1 કરોડ એકાઉન્ટ્સ બ્લોક
મેટાના સૂત્રોએ જણાવ્યું કે 2025ના પ્રથમ બે ક્વાર્ટરમાં 1 કરોડ ડુપ્લિકેટ એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. જે ફેસબૂકના એલ્ગોરિધમનો ખોટો લાભ લઈને ખોટું કન્ટેન્ટ ફેલાવતા હતા. આ એકાઉન્ટ્સ ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર્સની નકલ કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. કંપનીનો હેતુ યુઝર્સને વધુ વિશ્વસનીય ફીડ પ્રદાન કરવાનો છે, ખાસ કરીને જ્યારે AI-જનરેટેડ કન્ટેન્ટનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે.
મેટાએ વધુ 5 લાખ એકાઉન્ટ્સ સામે પગલાં લીધાં, જે સ્પેમ, બૉટ એન્ગેજમેન્ટ અને રિસાયકલ્ડ કન્ટેન્ટ ફેલાવવામાં સામેલ હતા. આ એકાઉન્ટ્સ ફેસબૂકની નીતિઓનું ઉલ્લંઘન કરતા હતા. મેટાએ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા એકાઉન્ટ્સ શોધી કાઢ્યા અને તેમની રીચ ઘટાડવાનું શરૂ કર્યું, જેથી પ્લેટફોર્મની ગુણવત્તા જળવાઈ રહે.
આપણ વાંચો: નાનપણના મિત્રો બન્યા વેરી, નાણાની લેવડ દેવડમાં એક બીજાની હત્યા
ઓરિજિનલ કન્ટેન્ટને પ્રોત્સાહન
મેટાએ તેના બ્લોગમાં જણાવ્યું કે કંપની ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનાર ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા નવી નીતિ અપનાવશે. આ નીતિ હેઠળ યુનિક ઈમેજ અને વીડિયો બનાવનારાઓને રિવોર્ડ મળશે, જ્યારે ડુપ્લિકેટ કન્ટેન્ટની રીચ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત, મેટા AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુપર કમ્પ્યુટિંગ ક્ષમતાઓ વિકસાવવા મેટા મોટું રોકાણ કરી રહ્યું છે, જેમાં 2026માં AI સુપર ક્લસ્ટર લોન્ચ કરવાની યોજના છે.