
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, વેપાર અને વાણી સાથે સાંકળીને જોવામાં આવે છે. આવો આ બુધ ગ્રહ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 11મી ફેબ્રુઆરીના બુધે શનિની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો અને તે હાલમાં અસ્ત અવસ્થામાં છે. પરંતુ હવે 22મી ફેબ્રુઆરીના બુધ ઉદય થવા જઈ રહ્યા છે. બુધનો કુંભ રાશિમાં ઉદય થઈ રહ્યો છે અને 26મી ફેબ્રુઆરીના બુધ રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. બુધના ઉદય થવાને કારણે ચાર રાશિના જાતકોને જલસા જ જલસા થવાના છે. આ રાશિના જાતકોના જીવનની સમસ્યાઓનો અંત આવી જશે અને આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.
Also read : Viral Video: જીવનની નાની નાની મુશ્કેલીઓથી ડરી જાવ છો? આ વીડિયો તમારી આંખો ખોલી નાખશે…

બુધનો ઉદય વૃષભ રાશિ માટે શુભ સાબિત થવાનો છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને કારકિર્દીમાં પ્રગતિ અને સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોના કામના વખાણ થશે. પ્રમોશન અને પગાર વધારાનો લાભ પણ મળી શકે છે. કરિયરમાં પ્રમોશનના પ્રબળ યોગ. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બચતના નવા રસ્તા ખુલશે. વેપારીઓને નફો થતાં મન પ્રસન્ન રહેશે.

સિંહ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો શુકનિયાળ સાબિત થશે. આ રાશિના જાતકોની નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. વેપાર અને નોકરીમાં લાભ થતા મન પ્રસન્ન રહેશે. આકસ્મિક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત થશે. પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે.

આ રાશિના જાતકો માટે પણ બુધ ઉદય થઈને સારો સમય લઈને આવી રહ્યા છે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પૂરા થશે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. નોકરી અને વેપારમાં નવી તકો મળવાની પૂરેપૂરી સંભાવના છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ બુધનું ઉદય થવું ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોના સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને જીવન સ્તરમાં સુધારો આવશે. પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. રોકાણ માટે આ સમય એકદમ અનુકૂળ સાબિત થશે. કરિયર અને વ્યવસાયમાં સફળતાના રસ્તા ખુલી રહ્યા છે.
Also read : હમણાં કોઈને ન કહેતાઃ વહુ કે દીકરીની પ્રેગનન્સી ત્રણ મહિના સુધી કેમ છુપાવાય છે?