
વેદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું એક અલગ જ મહત્વ છે અને આ ગ્રહોનું ગોચર અને ચાલની દરેક રાશિના જાતકો પર પોઝિટીવ અને નેગેટિવ અસર જોવા મળે છે.
ગ્રહોના રાજકુમાર બુધને વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ જાતકની કુંડળીમાં બુધ મજબૂત હોય છે તો તે બુદ્ધિમાન અને મધુરભાષી હોય છે. જ્યારે જેમની કુંડળીમાં બુધ નબળો હોય છે એમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એટલું જ નહીં આ વ્યક્તિઓને નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
તમારી જાણ માટે બુધ 28મી ડિસેમ્બરના સવારે 10.55 કલાકે ધન રાશિમાંથી ગોચર કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશી રહ્યો છે અને બુધના આ ગોચરને કારણે અમુક રાશિઓને વિશેષ લાભ થઈ રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ અને તેમને શું વિશેષ લાભ થઈ રહ્યો છે…
મકરઃ

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં મકર રાશિના જાતકોની સાડા સત્તીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. એવામાં શનિની વિશેષ કૃપા આ રાશિના લોકો પર રહેશે. બુધના રાશિ પરિવર્તનને કારણે મકર રાશિના જાતકો પર વિશેષ અસર જોવા મળશે. આ રાશિના લોકોને બિઝનેસમાં સારો એવો લાભ થઈ રહ્યો છે. 10 દિવસમાં મકર રાશિના લોકોના બિઝનેસમાં તેજી જોવા મળશે અને ધનલાભના યોગ બનતા દેખાઈ રહ્યા છે.
કુંભઃ

બુધના વૃશ્ચિક રાશિમાં પ્રવેશને કારણે કુંભ રાશિના લોકોને પણ ખાસ લાભ મળી રહ્યો છે. આ રાશિના જાતકોને બુધના રાશિ પરિવર્તનને કારણે વિશેષ ફળની પ્રાપ્તિ થઈ રહી છે. કરિયર અને કારોબારમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને સારી સારી ઓફર આવી શકે છે. એટલું જ નહીં કારોબારમાં પણ વૃદ્ધિ થઈ રહી છે.
મીનઃ

મીન રાશિના લોકોને પણ બુધના આ રાશિ પરિવર્તનનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. કરિયર અને કારોબારમાં મનચાહી સફળતા મળી રહી છે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમય એકદમ અનુકૂળ છે. પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે.