દેશમાં એક દિવસમાં નોટબંધી, લોકડાઉન લાગે તો રેપિસ્ટને… જાણો કોણે કહ્યું આવું?
કોલકત્તાના કે આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સુધી આચરવામાં આવેલા ક્રૂર અને અમાનવીય ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. આ ઘટના બાદ દેશના નાગરિકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી રહી છે. રાજકારણીઓથી લઈને સેલિબ્રિટી અને ગૃહિણીઓએ આ ઘટનાને લઈને પોતાના પ્રત્યાઘાત અને પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. દોષીઓ સામે કાર્યવાહી અને સજાની માગણી માટે દેશના અલગ અલગ ભાગમાં વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને હવે આ મુદ્દે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ની પત્ની ધનશ્રી વર્મા (Dhanshree Verma)એ પણ રોષની લાગણી વ્યક્ત કરી છે.
ધનશ્રી વર્માએ આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં ધનશ્રીએ જણાવ્યું હતું કે જ્યારે એક દિવસમાં નોટબંધી, એક દિવસમાં લોકડાઉન થઈ શકે તો એક દિવસમાં બળાત્કારીઓને ફાંસી કેમ ના થઈ શકે? ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરીને દેશમાં વધી રહેલાં બળાત્કારની ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. તેનું એવું માનવું છે કે બળાત્કારના આરોપીએ શક્ય એટલી ઝડપથી ફાંસી આપવી જોઈએ.
પોતાની સ્ટોરીમાં ધનશ્રીએ લખ્યું છે કે જો દેશમાં એક રાતમાં નોટબંધી થઈ શકે છે, દિવસમાં નોટબંધીમાં થઈ શકે છે, એક દિવસમાં લોકડાઉન લાગી શકે છે તો એક જ રાતમાં બળાત્કારીને ફાંસી કેમ ના થઈ શકે? અત્રે ઉલ્લેખનીય છે કે કોલકતા રેપ કેસમાં પોલીસે સંજય રોયની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટો અને ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. તેના વીડિયો અને ફોટો ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જતા હોય છે.