નેશનલ

મિસ ઇન્ડિયા જીતનારામાં કોઇ પણ દલિત, ઓબીસી, આદિવાસી સમુદાયની નથી, રાહુલ ગાંધીના દાવા સામે ભાજપે…

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા છે. તેમણે યુપીના પ્રયાગરાજમાં આયોજિત બંધારણ સન્માન સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે આ સંમેલનમાં મિસ ઈન્ડિયા સ્પર્ધાને લઈને એક વિચિત્ર દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે 90 ટકા લોકો સિસ્ટમનો ભાગ નથી. હું મિસ ઈન્ડિયાની યાદી જોઈ રહ્યો હતો, તેમાં કોઈ દલિત, ઓબીસી, આદિવાસી કે લઘુમતી સમુદાયની નથી.

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દલિત, આદિવાસી અથવા ઓબીસી સમુદાયની કોઈ મહિલાએ મિસ ઈન્ડિયા બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો નથી. મીડિયા નૃત્ય, સંગીત, ક્રિકેટ, બોલિવૂડ વિશે કે મારા વિશે વાત કરે છે, પણ ખેડૂતો અને મજૂરોની વાત નથી કરતા.

રાષ્ટ્રવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની તેમની માંગ અને મહત્વને પુનરોચ્ચાર કરતા, ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે માત્ર વસ્તી ગણતરી નથી, પરંતુ તે અસરકારક નીતિ ઘડતરના આધાર તરીકે કામ કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમણે મિસ ઇન્ડિયાનું લિસ્ટ જોયું છે, પણ તેમાં કોઇ આદિવાસી કે ઓબીસી મહિલા નથી. 90 ટકા લોકો સિસ્ટમનો ભાગ નથી. લઘુમતિઓ પણ આ શ્રેણીમાં જ આવે છે. તેમની પાસે પ્રતિભા છે, પણ તેઓ સિસ્ટમ સાથે જોડાયેલા નથી. તેથી જ અમે જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યા છીએ.

જોકે, રાહુલ ગાંધીના આ નિવેદન અને ત્યાર બાદ મીડિયામાં સમાચાર જોયા બાદ ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ રાહુલ ગાંધીના દાવાને ફગાવી દીધો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે, જેમાં આઝાદી બાદ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર મહિલાઓની યાદી શેર કરી છે. તેમાં ઘણા નામ છે.

તેમણે જણાવ્યું છે કે , આપણા દેશમાં 1947માં મિસ ઇન્ડિયા સ્પર્ધા શરૂ થઇ હતી. તેમણે લઘુમતિ સમુદાયની મહિલાની યાદી શેર કરી હતી, જે વિજેતા બની હતી. તેમણે શેર કરેલી યાદીમાં એસ્ટર વિક્ટોરિયા, અબ્રાહમ, ઇન્દ્રાણી રહેમાન, ફેર્યલ કરીમ, નાયરા મિર્ઝા, ઇંજુમ મુમતાઝ, ફરઝારા હબીબ, સોનુ વાલિયા, ગુલ પનાગ, સારાહ જેન ડિયાસ, નવનીત કૌર ધિલ્લોન વગેરે નામો સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker