નેશનલ

ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીનો ચોંકાવનારો ખુલાસો: દેશમાં 80 ટકાથી વધુ દર્દીઓને સમયસર સારવાર મળતી નથી.

નવી દિલ્હીઃ ભારતમાં માનસિક બીમારીથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આખરે આનું શું કારણ હોઈ શકે? એક રિપોર્ટ પ્રમાણે માનસિક બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીએ ચિંતા વ્યક્ત કરી છે.

ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીનું કહેવું છે કે, ભારતમાં માનસિક બીમારીથી પીડિતા 5 દર્દીમાંથી 4 દર્દીને સમયસર અને પૂરતી સારવાર મળતી નથી. આ આંકડો ખરેખર ચિંતાજનક છે. આનો અર્થ એવો થયાં છે કે ભારતમાં માનસિક બીમારીથી પીડિત લાખો દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે, પરંતુ તેમને સારવારની પૂરતી સગવડ મળતી નથી.

આપણ વાચો: માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ‘લકી મેન’, જાણો તેના લક્ષણો અને ઉપાય…

માનસિક બીમારીથી પીડાતા દર્દીઓને મળતી નથી સારવાર

વિકસિત રાષ્ટ્રના સપના જોવાતા દેશમાં આવી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. એક બાજું ભારત વિશ્વમાં મજબૂત અર્થવ્યવસ્થા હોવાનો દાવો કરે છે અને બીજી બાજું દર્દીઓને પુરતી સારવાર પણ મળી રહી નથી.

ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીનું કહેવું છે કે, ભારતમાં લાખો આવા દર્દીઓ ડૉક્ટર કે વ્યાવસાયિકની સંભાળ વિના બીમારી સામે લડી રહ્યા છે. આ માટે સરકારે કોઈ પગલા લેવાની જરૂર છે. જેથી જેને ખરેખર સારી સારવારની જરૂર છે તેને સરળતાથી તે સારવાર મળી રહે!

આપણ વાચો: દારૂ અને ડ્રગનું વ્યસન માનસિક બીમારી: હાઈકોર્ટ આરોપીની માનસિક સારવાર અને પુનર્વસન જરૂરી…

દિલ્હીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં વ્યક્ત કરાઈ ચિંતા

યશોભૂમિમાં યોજાયેલા એક રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ વિષય પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સારવારમાં જાગૃતિ વધી રહી હોવા છતાં, ભારતમાં માનસિક બીમારી ધરાવતા લગભગ 80-85% દર્દીઓને પૂરતી આરોગ્યસંભાળ મળતી નથી. ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીના વિશેષજ્ઞોએ વિગતે વિશ્વમાં માનસિક બીમારીના સ્વાસ્થ્યની સારવારમાં સૌથી મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

આંકડો ખરેખર ચોંકાવનારો છે કે, સામાન્ય માનસિક બીમારી ધરાવતા દર્દીઓમાંથી 85 ટકાથી વધારે ભારતીયો કાં તો સારવાર નથી કરાવતા અથવા તો એમને સારવાર મળતી નથી. જો કે, સામે વિશ્વમાં પણ આવી જ સ્થિતિ છે, વિશ્વમાં આ આંકડો 70 ટકાથી વધારે હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ભારતના વાત કરવામાં આવે તો, આંકડો ચિંતાજનક છે.

આપણ વાચો: રમેશ ફેફરની આત્મહત્યાઃ મહાનતાનો ભ્રમ શું છે આ માનસિક બીમારી, જાણો વિગતવાર

સમયસર સારવાર મળે તે બીમારીથી છૂટકારો મળી શકે

આ બીમારીની વાત કરવામાં આવે, તજજ્ઞોનું કહેવું છે કે, જો આ બીમારી વિશે સમયસર ખબર પડી જાય અને તેની સારવાર કરાવવામાં આવે તો તેમાંથી છૂટકારો મેળવી શકાય છે. પરંતુ એ હકીકત છે કે, ભારતમાં 80 ટકાથી વધારે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી.

આમાં જાગૃતિનો અભાવ અને પ્રાથમિક આરોગ્યસંભાળમાં માનસિક સ્વાસ્થ્યના અપૂરતા સંકલનને પ્રતિબિંબિત કરે છે, તેવું ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીના અધ્યક્ષ ડૉ.સવિત્રા મલ્હોત્રાએ કહ્યું હતું.

ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીનું કહેવું છે કે, દર્દીઓને સમયસર સારી સારવાર નથી મળતી તે માત્ર તબીબી એટલે કે આરોગ્યનો પ્રશ્ન નથી, પરંતુ સામાજિક, આર્થિક અને વિકાસનો પણ મુદ્દો છે, આ દરેક ક્ષેત્ર પર મોટું સંકટ છે.

કારણ કે, કોઈ પણ પ્રકારની બીમારીમાં વિલંબિત સારવાર ઘણીવાર લાંબી માંદગી, શારીરિક વિકલાંગ, કૌટુંબિક તકલીફ સાથે સાથે પોતાનું નુકસાન, રૂપિયાનો વ્યય છે, એટલું જ નહીં પરંતુ ઘણી વખત તો દર્દીઓ પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે. જેથી સમયસર સારવાર ના મળવી તે દેશ માટે એક મોટું સંકટ છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button