Kuno National Parkમાં છ નવા મહેમાન, ઓડિશામાં મેલાનિસ્ટીક દીપડો દેખાયો
અમદાવાદઃ મધ્ય પ્રદેશના Kuno national parkમાં અગાઉ ગામિની નામની માદા ચીત્તાએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો હોવાના ગૂડ ન્યૂઝ મળ્યા હતા ત્યારે હવે વધારે આનંદ થાય તેવા સમાચાર આવ્યા છે કે પાંચ નહીં પણ છ બચ્ચાંનો જન્મ થયો છે.
અગાઉ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ માહિતી આપતા જણાવ્યું હતું કે કે કુનો નેશનલ પાર્કમાં પાંચ વર્ષની માદા ચિત્તાએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો છે. હવે ફરી તેમણે જણાવ્યું છે કે ગામિનીનો વારસો જીવંત છે! આનંદનો કોઈ અંત નથી: તે પાંચ નહીં, પરંતુ છ બચ્ચા છે! ગામિનીને પાંચ બચ્ચા જન્મ્યાના સમાચારના એક અઠવાડિયા પછી, હવે માહિતી મળી છે કે દક્ષિણ આફ્રિકાની ચિત્તા માતા ગામિનીએ છ બચ્ચાને જન્મ આપ્યો છે. આ રીતે એક સાથે છ બચ્ચાંને જન્મ આપવો તે એક પ્રકારનો રેકોર્ડ છે.
આ સાથે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે, જેમાં 14 બચ્ચાં સામેલ છે. ગયા વર્ષે માર્ચમાં માદા ચિત્તા જ્વાલા (નામિબિયન નામ સિયા) એ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો, પરંતુ તેમાંથી માત્ર એક જ બચી શક્યું હતું. જ્વાલાએ આ વર્ષે જાન્યુઆરીમાં તેના બીજા ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ પછી, ચિતા આશાએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો.
આ સાથે બીજી પણ એક આનંદની વાત છે જે ઓડિશાના જંગલોમાંથી આવી છે. ઓડિશાના જંગલોમાં એક દુર્લભ મેલાનિસ્ટિક માદા દીપડો તેના બે બચ્ચા સાથે જોવા મળ્યો હતો. આમાંથી એક સામાન્ય બચ્ચું છે અને બીજું મેલાનિસ્ટિક છે. મેલાનિસ્ટિક એટલે કાળા રંગનો દીપડો, જે વિશ્વમાં ખૂબ જ ઓછો જોવા મળે છે.
Also Read:
https://bombaysamachar.com/national/good-news-came-kuno-national-park/
IFS ઓફિસર સુશાંત નંદાએ આ તસવીરો શેર કરી છે. તેણે ‘X’ પર તેના બે બચ્ચા સાથે મેલાનિસ્ટિક માદા દીપડાનો ફોટો શેર કર્યો છે. તેણે લખ્યું કે જ્યારે આ બે બચ્ચા જોડીમાં જોવા મળ્યા ત્યારે નજારો અદ્ભુત હતો. આ દીપડાઓની તસવીરો જંગલમાં લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં કેદ થઈ હતી.