મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી પર બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં 9 ડિસેમ્બરે સુનાવણી

નવી દિલ્હીઃ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને પડકારતી અરજી પર સુનાવણી 9 ડિસેમ્બરે બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ કેસેશન સમક્ષ થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ચોક્સીએ એન્ટવર્પ કોર્ટ ઓફ કેસેશનના 17 ઓક્ટોબરના નિર્ણયને બેલ્જિયમની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે, જેણે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને માન્ય રાખી છે અને તેને “કાયદેસર” ગણાવી છે.
એડવોકેટ જનરલ હેનરી વેન્ડરલિન્ડને જણાવ્યું હતું કે કોર્ટ ઓફ કેસેશન 9 ડિસેમ્બરે સુનાવણી કરશે. તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત ફક્ત કાનૂની પાસાઓ પર અપીલ કોર્ટના નિર્ણયની તપાસ કરે છે, જેમ કે શું અપીલ કોર્ટે કાનૂની જોગવાઈઓને યોગ્ય રીતે લાગુ કરી અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું કે નહીં. “તેથી નવા તથ્યો અથવા પુરાવા રજૂ કરી શકાતા નથી.”
આપણ વાચો: ફ્લેટ, હીરા બોર્સમાં પાર્કિંગ, ફેક્ટરીઓ…: મેહુલ ચોક્સીની 13 સંપત્તિઓની હરાજીની પ્રક્રિયા શરૂ
તેણે સ્પષ્ટ કહ્યું હતું કે “કાર્યવાહી સંક્ષેપમાં અને લેખિતમાં હશે. નિયમ પ્રમાણે બધા કેસોની સુનાવણી થાય છે. જો કોર્ટ અપીલ સ્વીકારવાનો ઇનકાર કરે છે તો તે કાનૂની આધાર પર હશે, ઉદાહરણ તરીકે ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિ પાસે આવું કરવાની કાનૂની ક્ષમતા નથી.”
તેમણે જણાવ્યું હતું કે પક્ષકારોએ કોર્ટમાં અપીલ કરતી વખતે લેખિતમાં તેમની ફરિયાદો રજૂ કરવી આવશ્યક છે. કોર્ટ ઓફ કેસેશનની પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું હતું કે, “તેઓ અન્ય કોઈ ફરિયાદો ઉમેરી શકતા નથી. સુનાવણી દરમિયાન તેઓ તેમની ફરિયાદોનો વિસ્તાર કરી શકે છે, પરંતુ તેનાથી વધુ કંઈ નહીં.”
આપણ વાચો: ભાગેડુ મેહુલ ચોક્સીને મુંબઈની જેલમાં તખતો તૈયાર, બેરેક નંબર 12ની તસવીરો જુઓ
17 ઓક્ટોબરના રોજ એન્ટવર્પમાં અપીલ કોર્ટે 29 નવેમ્બર, 2024ના રોજ જિલ્લા કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર દ્વારા જાહેર કરાયેલા આદેશોમાં કોઈ ખામીઓ મળી નહોતી. આ આદેશમાં મે, 2018 અને જૂન 2021માં મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરન્ટને “લાગુ કરવા યોગ્ય” જાહેર કર્યા હતા, જેનાથી ચોકસીના પ્રત્યાર્પણને મંજૂરી મળી હતી.
અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 13,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તો નિષ્પક્ષ ટ્રાયલથી વંચિત કરવામાં અથવા દુર્વ્યવહારનો સામનો કરવો પડશે નહીં.



