મેઘાલય ખાણ વિસ્ફોટ, ભારતની સૌથી ભયાનક કોલસા ખાણ દુર્ઘટનાઓ વિશે તમને ખબર છે?

નવી દિલ્હીઃ મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક અવૈધ કોલસાની ખાણમાં બ્લાસ્ટ થયો તેમાં અત્યારે સુધીમાં 16 મજૂરોના મોત થયાના અહેવાલો મળ્યાં છે. જ્યારે હજી પણ અનેક મજૂરો તેમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. બચાવ દળો દ્વારા શોધખોળ અને બચાવકાર્ય અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ માત્ર એક ઘટના નથી, ભારતમાં અત્યાર સુધીમાં અનેક એવી ઘટનાઓ બની છે, જેમાં અનેક લોકોના મોત થયેલા છે. ખાસ કરીને 1965 અને 1975ની ઘટના જેમાં 600થી પણ વધારે લોકોના મોત થયાં હતાં.
50 વર્ષ પહેલા ઝારખંડમાં બની હતી એક મોટી દુર્ઘટના
ઝારખંડમાં 27 ડિસેમ્બર 1975માં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 1975માં ઝારખંડના ચાસનાલા ખાણમાં અચાનક પાણી ભરાઈ જવાના કારણે 376 કર્મચારીઓના મોત થયાં હતાં. ખાણમાં પાણી ભરાઈ ગયું તે ઘટનાને 50 વર્ષ થઈ ગયાં છે પરંતુ હજી પણ લોકોને આ ઘટના યાદ છે. આ સાથે 1965માં ઝારખંડના ઢોરીમાં રાત્રે ભયાનક વિસ્ફોટથી 268 મજૂરો માર્યા ગયા. ખાણમાંથી લાવા ફૂટ્યો અને આકાશ ચિંગારીઓથી ભરાઈ ગયું..
આપણ વાચો: મેઘાલયમાં કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, મૃત્યુઆંક વધીને 16 થયો
1965માં ઝારખંડમાં 268 લોકોના મોત થયેલા
ઝારખંડમાં જ 1965માં એક બીજી ઘટના બની હતી. તે ઘટના બીજી સૌથી મોટી ખાણ દુર્ઘટના હતી, જે ઝારખંડના ધોરી કોલિયરીમાં બની હતી. આ દુર્ઘટનાના કારણે 268 લોકોના મોત થયાં હતા. અકસ્માત સમયે, બીજી પાળીના કામદારો બહાર આવી રહ્યા હતા, જ્યારે ત્રીજી પાળીના કામદારો અંદર જઈ રહ્યા હતા. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ખાણના ત્રણેય મુખમાંથી લાવા નીકળ્યો હતો. અને એ દરેક લોકોના મોત થઈ ગયાં હતાં.
300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં પાણી ભરાતા 4 મજૂરોના મોત
આ પછી 2025ના જાન્યુઆરીમાં આસામમાં દિમા હાસાઓ જિલ્લામાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ચાર કામદારોના મોત થયા હતા. અન્ય 15 મજૂરો અંદર ફસાયા હતા તેમના બાદમાં રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ જુલાઈ 2025માં પણ ઝારખંડના રામગઢ જિલ્લામાં સીસીએલ કર્મા પ્રોજેક્ટમાંથી ગેરકાયદેસર રીતે કોલસો કાઢતી વખતે ચાર ગ્રામજનોના મોત થયા હતા, જ્યારે છ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ખડક ધસી પડી પડતા પાંચ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા
નવેમ્બર 2025માં મધ્ય પ્રદેશના છિંદવાડાના પેંચ વિસ્તારમાં વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL) ની બંધ ઓપન કાસ્ટ કોલસા ખાણમાં 15 મજૂરોનું એક જૂથ કોલસો કાઢવા માટે રાત્રે લગભગ 3 વાગ્યે પહોંચ્યું હતું. તે દરમિયાન ખડક ધસી પડી અને ત્યાં હાજર પાંચ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. તે પછી સપ્ટેમ્બર 2025માં, ઝારખંડના ધનબાદના ECL મુગ્મા વિસ્તારમાં ચાપાપુર કોલીરી OCP ખાતે ગેરકાયદેસર ખાણકામ દરમિયાન ખાણનો શાફ્ટ તૂટી પડ્યો હતો. કાટમાળ નીચે દબાઈને એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.



