મેઘાલયમાં કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટઃ 10 શ્રમિકનાં મોત

તાશખાઈઃ મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ભયાનક વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. તાશખાઈ વિસ્તારમાં કથિત ગેરકાયદે ચાલતી એક કોલસાની ખાણમાં ભીષમ બ્લાસ્ટ થયો છે, સૂત્રાના જાણવ્યાં પ્રમાણે આ દુર્ઘટનામાં 10 મજૂરના મોતની આશંકા છે.
સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ખાણમાં કામ કરતા કામદારોને બહાર આવવાનો મોકો પણ નથી મળ્યો.
આપણ વાચો: સાયખા GIDCમાં મોડી રાત્રે ભયાનક બોઇલર વિસ્ફોટ, 1નું મોત અને 24 કર્મચારીઓ ઈજાગ્રસ્ત
અનેક મજૂરો દુર્ઘટનાના બન્યા ભોગ
તાશખાઈમાં આવેલી કોલસાની ખાણમાં જોરદરા બ્લાસ્ટ થયો છે. આશંકા એવી છે કે, આ કોલસા ખીણમાં કામ કરતા તમામ મજૂરો આસામના હતા. આ બ્લાસ્ટમાં અનેક લોકો ભોગ બન્યા છે, જેમાં પ્રાથમિક તબક્કે 10 લોકોનાં મોત થયાના અહેવાલ છે. જો કે, તંત્ર દ્વારા હજી આ મામલે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ઘટનાની જાણ થતાની સાથે મેઘાલય પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. ખાણમાં ફસાયેલા અન્ય કામદારોને શોધવા માટે સઘન શોધખોળ કામગીરી ચાલી રહી છે.
આપણ વાચો: મસ્કને ઝટકો: સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટમાં ટેસ્ટિંગ દરમિયાન ભયાનક વિસ્ફોટ, જુઓ વીડિયો
કોલસાની ખાણમાં બ્લાસ્ટ કેવી રીતે થયો?
તંત્ર દ્વારા આ ખીણના આસપાસના વિસ્તારને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ પ્રમાણેઆ ખાણમાં ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હોવાની સંભાવના છે.
હાલના તબક્કે પીડિતોની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સરહદી વિસ્તાર હોવાથી અત્યારના ગામમાં લોકોમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટના અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે જંગલ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓની સાથે શ્રમિકોની સુરક્ષા મુદ્દે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.



