હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ, ભાર વરસાદથી 1000 કરોડનું નુકસાન | મુંબઈ સમાચાર
નેશનલ

હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ, ભાર વરસાદથી 1000 કરોડનું નુકસાન

શિમલા: હવામાન વિભાગ પ્રમાણે અત્યારે ભારત પર બે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે હિમાચલ પ્રદેશમા ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદથી રાજ્યમાં તાબાહીના દ્રશ્યો સર્જાયા છે. શિમલા, બિલાસપુર અને સોલનમાં ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં જાન અને માલ બંનેને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA)ના જણાવ્યા મુજબ, 20 જૂનથી 15 જુલાઈ સુધી ચોમાસાને કારણે 106 લોકોનાં મોત થયા છે. જેમાંથી 62નો મૃત્યુ ભૂસ્ખલન, વાદળ ફાટવા, ડૂબી જવા, વીજળીથી થયા હોવાનું નોંધાયું છે. જ્યારે 44 મોત રસ્તા અકસ્માતોમાં થયાં. જિલ્લા પ્રમાણે અત્યાર સુધીમાં મંડી 4, કુલ્લુ 7 અને કિન્નૌર 5 અકસ્માતો નોંધાયા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 199 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં મંડીમાં 141 અને કુલ્લુમાં 35 રસ્તાઓનો સમાવેશ થાય છે. 384 મકાનો સંપૂર્ણ નાશ પામ્યાં, 666 મકાનો, 244 દુકાનો અને 850 પશુશાળાઓને નુકસાન થયું. 171 પેયજળ યોજનાઓ બંધ છે, જેમાં મંડીમાં 142 અને કાંગડામાં 18 યોજનાઓ પ્રભાવિત છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને 1000 કરોડના નુકસાનની જાણકારી આપી.

હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગની આગાહી

મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલનમાં ભારે વરસાદ નોંધાયો. હવામાન વિભાગે 16 જુલાઈ માટે ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લાઓમાં આંધી સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 21 જુલાઈ સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી.

આ પણ વાંચો…હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 7 જિલ્લામાં પૂરનો ખતરો, 225 રસ્તાઓ બંધ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button