સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન, ગેરકાયદે વસતા 238 શંકાસ્પદો સામે કાર્યવાહી

સુરત: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જે પણ લોકો પાકિસ્તાને અને બાંગ્લાદેશથી આવી ઘૂસણખોરી કરીને આવેલા છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ 238 શંકાસ્પદ બાંગલાદેશી શખ્સોને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે શોધી કાઢ્યા હતાં.
ગેરકાયદે વસવાટ કરતા કુલ 238 શંકાસ્પદ બાંગલાદેશીઓની અટકાયત
પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બારડોલી, પલસાણા, કડોદરા, કામરેજ,કીમ, કોસંબા માંડવી, ઓલપાડ તાલુકા વિસ્તારોમાંથી 130 અને 109 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ કરી હતી અને હાલ તેઓની નાગરિકતા અંગે વેરીફીકેશન અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડની 4 ટીમ તેમજ બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી સ્થાનિક પોલીસની કુલ 8 ટીમો મળી સુરત જિલ્લામાં પોલીસની કુલ 12 ટીમો બનાવવામાં આવી હતી.
વિદેશી નાગરિકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા જેમાં ૨૬ એપ્રિલના રોજ 130 અને 27 એપ્રિલના રોજ 109 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા જેઓને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી.
આપણ વાંચો: વર્ષ 2024-25માં ગુજરાતમાંથી કેટલો ટેક્સ ભર્યો કરદાતાઓએ, રિફંડ કેટલું મેળવ્યું?
વડોદરા રેલવે સ્ટેશન પરથી 5 બાંગ્લાદેશીની અટકાયત
આ સાથે સાથે વડોદાર અને જુનાગઢમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી 5 બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેમની પાસેથી બાંગ્લાદેશના પુરાવા વળી આવ્યાં હતાં. આ પાંચ લોકોને રેલવે પોલીસ સ્ટેશન લઈ જવામા આવ્યાં હતા. જુનાગઢ પોલીસે GIDC, ધાર્મિક સ્થળો અને હોટલોના રસોઈયાઓની પણ તપાસ કરી હતી. પોલીસ દ્વારા કુલ 529 શંકાસ્પદ વ્યક્તિઓનો ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. સોની બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યાં હતાં.