નેશનલ

લોકસભામાં કોંગ્રેસના ક્યા સાંસદો સારું ભાષણ આપે છે? રાહુલ ગાંધીએ રીપોર્ટ માંગ્યો

નવી દિલ્હી: ગત લોકસભા ચૂંટણી (Loksabha Election)માં કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધન (India Alliance) મજબુત વિપક્ષ બનીને ઉભર્યું છે. લોકસભામાં INDIA ગઠબંધનના સાંસદો સરકારને મજબુત ટક્કર આપી રહ્યા છે. એવામાં કોંગ્રેસે (Congress party) લોકસભા સભ્યોના કામનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ ગુરુવારે એક બેઠકમાં તેના સાંસદોને આ માહિતી આપી હતી, આ બેઠકની અધ્યક્ષતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Ganhdi)એ કરી હતી. કોંગ્રેસે તેના સાંસદોને કહ્યું છે કે તેઓએ તેમના વિસ્તારના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે.

કોંગ્રેસ હાઈ કમાન્ડે તેના સાંસદોને કહ્યું છે કે તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લે, જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે, દરેક મંચ પર સરકાર વિરુદ્ધ બોલે અને અસરકારક રીતે પોતાના વિચારો રજૂ કરે. પાર્ટીએ કહ્યું છે કે સાંસદોના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે અને સારા ભાષણ આપનારાઓને ભવિષ્યમાં વધુ તક આપવામાં આવશે.

રાહુલ ગાંધીએ તેમના સાંસદોના ભાષણ અંગે અભિપ્રાય માંગ્યો હતો, જેના પર કેટલાક લોકોએ નામ સૂચવ્યા હતા. રાહુલ ગાંધીએ આ નામોને તેમની યાદીમાંના નામો સાથે મેચ કર્યા અને તે દરમિયાન પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન ચરણજીત ચન્ની, ઝારખંડના સાંસદ સુખદેવ ભગત, મણિપુરના બે સાંસદ આર્થર આલ્ફ્રેડ અને બિમોલ અકોઈઝમ અને પંજાબના સભ્ય અમરિંદર સિંહ રાજા વારિંગના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પાર્ટીએ પોતાના સાંસદોને લોકોની વચ્ચે રહેવા અને તેમની સમસ્યાઓ ગૃહમાં ઉઠાવવા માટે કહ્યું છે, નોંધનીય છે કે ચૂંટાયેલા કોંગ્રેસના મોટાભાગના સાંસદો પહેલીવાર સાંસદ બન્યા છે, તેથી પાર્ટી તેમને આ પ્રકારની બેઠકોથી પ્રોત્સાહન આપવા માંગે છે. સાંસદોને કહેવામાં આવ્યું છે કે તેઓ ભૂલો વિશે ચિંતા ન કરે અને તેમના વિચારો વ્યક્ત કરવાનું ચાલુ રાખે.

કોંગ્રેસ પોતાના તમામ સાંસદોને લોકસભામાં બોલવાની તક આપી રહી છે. ઉદ્ઘાટન સત્રથી લઈને અત્યાર સુધી 80 સાંસદોએ ગૃહની ચર્ચામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે