નેશનલ

સૌરભને ક્યાં ખબર હતી આ તેનો છેલ્લો ડાન્સ હશે! હત્યા પહેલા મુસ્કાને…

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ હત્યાકાંડમાં નવો વીડિયો સામે આવ્યો છે. મુસ્કાન અને સૌરભના ડાન્સનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુસ્કાન તેની દીકરી અને પતિ સૌરભ સાથે ડાન્સ કરી રહી છે. વીડિયોમાં મુસ્કાન તેના પતિ અને પુત્રી સાથે એક રેસ્ટોરન્ટમાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો ક્યારેનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: સાવિત્રી બની યમદૂતઃ પતિના ટૂકડા કરનારી મુસ્કાનના માતા-પિતા દીકરીને ફાંસીએ લટકાવવા માગે છે

વીડિયો મુસ્કાનની હોશિયારી અને ચાલાકીનો પુરાવો છે: લોકોની ટિપ્પણી

આ વીડિયોને લઈને લોકો ટિપ્પણીઓ કરી રહ્યાં છે કે, આ વીડિયો મુસ્કાનની હોશિયારી અને ચાલાકીનો પુરાવો છે, એક વ્યક્તિએ ટિપ્પણી કરતા લખ્યું કે, મુસ્કાને તેના પતિની હત્યા કરવાની સંપૂર્ણ યોજના બનાવી લીધી હતી, પરંતુ પોતાને એક આદર્શ પત્ની તરીકે દર્શાવવા માટે, તે સૌરભ સાથે ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં મુસ્કારના તેના પતિ સાતે ડાન્સ કરી રહી છે. પરંતુ સૌરભને ક્યાં ખબર હશે કે, આ તેની જિંદગીનો છેલ્લો ડાન્સ હશે? ખુદ તેની પત્ની જ તેના માટે કાળ બનવાની છે?

મુસ્કાન સૌરભ સાથે ખોટા પ્રેમનું નાટક કરતી રહી

ઘટનાની વાત કરવામાં આવે તો, મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ પતિ સૌરભને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. પતિની હત્યા કરતા પહેલા, મુસ્કાન સૌરભ સાથે ખોટા પ્રેમનું નાટક કરતી રહી, જેથી કોઈ તેના ઇરાદા પર શંકા ન કરે. મુસ્કાને 4 માર્ચની રાત્રે સૌરભને ખોરાકમાં કોઈ નશીલા પદાર્થ આપ્યો. જ્યારે તે બેભાન થઈ ગયો, ત્યારે તેણે સાહિલને ફોન કર્યો અને બંનેએ સાથે મળીને પહેલા સૌરભની છાતીમાં છરી મારી, પછી તેનું ગળું કાપીને કરી હત્યા કરી નાખી.

આ પણ વાંચો: માણસને રાક્ષસ સાબિત કરતી આ દસ ભયાનક હત્યાઓઃ પુરુષો નહીં મહિલાઓ પણ બની જાય છે જાનવર

હત્યા કર્યા બાદ મુસ્કાન પ્રેમી સાથે મનાલી ફરવા ગઈ હતી

સૌરભની હત્યા કર્યા પછી મુસ્કાન અને સાહિલે લાશનો નિકાલ કરવાની યોજના બનાવી અને બીજા દિવસે બજારમાંથી એક મોટો પ્લાસ્ટિક ડ્રમ, સિમેન્ટ અને રેતી ખરીદી. મૃતદેહને એક ડ્રમમાં સિમેન્ટ અને રેતીથી ભરીને ઘરમાં છુપાવી દેવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ મુસ્કાન પ્રેમી સાથે મનાલી અને શિમલા ફરવા માટે ગઈ હતી. પરંતુ જ્યારે મુસ્કાન દીકરી સાથે વાત રોવા લાગી ત્યારે તેની માતાને શંકા ગઈ અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે મુસ્કાન અને સાહિલની કડક પૂછપરછ કરી ત્યારે બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો. અત્યારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button