Meerut Murder Case: કોણ લડશે મુસ્કાનનો કેસ ? માતા-પિતાએ સબંધ તોડ્યો, મુસ્કાને કરી આ માગ

મેરઠ: ઉત્તર પ્રદેશની બહુચર્ચિત સૌરભ હત્યા કેસમા(Meerut Murder Case)અનેક નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં મેરઠની ચૌધરી ચરણ સિંહ જિલ્લા જેલમાં બંધ સૌરભ હત્યા કેસની આરોપી મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ વિશે નવા ખુલાસા થયાછે. હવે મુસ્કાનના માતા-પિતાએ સબંધ તોડી નાખ્યો છે અને કેસથી પણ દૂર થઈ ગયા છે.
પિતા કહે છે કે તે મુસ્કાનને મળવા જશે નહીં કે તેના માટે લડશે નહીં. જ્યારે આરોપી મુસ્કાનની માતાએ કહ્યું કે તે તેની સગી માતા છે પરંતુ મુસ્કાન તેની કાકી સાથે વધુ લગાવ ધરાવતી હતી.
આપણ વાંચો: મુસ્કાન આટલી નિર્દયી કેવી રીતે બની ગઈ? સામે આવ્યો દર્દનાક હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ…
મુસ્કાને જેલ વહીવટી તંત્રને વિનંતી કરી
આ અંગે મળતી માહિતી મુજબ, મુસ્કાને જેલ વહીવટી તંત્રને વિનંતી કરી હતી કે તેનો કેસ લડવા માટે સરકારી વકીલ આપવામાં આવે. તેમના પરિવારનો કોઈ સભ્ય હજુ સુધી તેમને મળવા આવ્યો નથી કે તેમને કોઈ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી નથી. આ સ્થિતિમાં જેલ પ્રશાસને નિયમો મુજબ તેમની માંગણી પર વિચાર કર્યો અને કોર્ટમાં અરજી મોકલી જેથી તેમને સરકારી વકીલ મળી શકે.
મુસ્કાન જેલમાં પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે
જેલ વહીવટી તંત્રનું કહેવું છે કે કોઈપણ કેદીને કાનૂની સહાય પૂરી પાડવાની તેમની જવાબદારી છે. જો કોઈ સત્તાવાર રીતે સરકારી વકીલની માંગ કરે છે. તો તેને આ સુવિધા આપવામાં આવે છે. મુસ્કાન જેલમાં પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તે સાહિલ સાથે રહેવા માંગતી હતી, પરંતુ જેલના નિયમો મુજબ, પુરુષ અને સ્ત્રી કેદીઓને અલગ રાખવામાં આવે છે, તેની માંગણી નકારી કાઢવામાં આવી હતી.
આપણ વાંચો: માણસને રાક્ષસ સાબિત કરતી આ દસ ભયાનક હત્યાઓઃ પુરુષો નહીં મહિલાઓ પણ બની જાય છે જાનવર
ડ્રગ્સના વ્યસનને કારણે હાલત વધુ ખરાબ થઈ
સૌરભ રાજપૂતની હત્યાની આરોપી મુસ્કાન અને સાહિલ બંને ડ્રગ્સના ખૂબ જ વ્યસની હતા. જેલ વહીવટી તંત્રએ મુસ્કાન અને સાહિલની વ્યસન મુક્તિ પ્રક્રિયા વિશે માહિતી શેર કરી છે. વરિષ્ઠ જિલ્લા અધિક્ષક ડૉ. વીરેશના જણાવ્યા અનુસાર જેલમાં આવતા દરેક નવા કેદીનું આરોગ્ય તપાસવામાં આવે છે.
આ પ્રક્રિયા હેઠળ જ્યારે મુસ્કાન અને સાહિલની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેઓ ડ્રગ્સના વ્યસની હતા. ડોક્ટરોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દીધી. હવે બંનેને વ્યસન મુક્તિ માટે દવાઓ આપવામાં આવી રહી છે.
આપણ વાંચો: Baba Siddique હત્યા કેસના ચોથા આરોપી જસીન અખ્તરની આવી છે ક્રાઈમ કુંડળી, જાણો
ડ્રગ્સના વ્યસનને કારણે હાલત વધુ ખરાબ થઈ
આ ઉપરાંત, કાઉન્સેલિંગ અને ધ્યાન જેવી તકનીકો દ્વારા તેમને આ વ્યસનમાંથી મુક્ત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રને આશા છે કે 10 થી 15 દિવસમાં તેમની સ્થિતિ ઘણી હદ સુધી સામાન્ય થઈ જશે. જેલમાં ગયા પછી તેને તેની દીકરી યાદ પણ નથી આવી.
જેલ વહીવટી તંત્ર તેમની સુરક્ષા અને તબીબી વ્યવસ્થા પર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો જરૂર પડશે તો મેડિકલ કોલેજ દ્વારા મનોચિકિત્સકની પણ વ્યવસ્થા કરવામાં આવશે.