નેશનલ

માનહાનિના કેસમાં મેધા પાટકરને 5 મહિનાની સજા, 10 લાખનો દંડ

દિલ્હીની એક અદાલતે સોમવારે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમના પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, અને દંડની રકમ વીકે સક્સેનાને ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

આ સજા તેમને 23 વર્ષ જૂના અપરાધિક માનહાનિના કેસમાં આપવામાં આવી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વતી તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મેધા પાટકરને આ વર્ષે મે મહિનામાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માની કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. નર્મદા બચાવો આંદોલન (NBA)અને તેમની વિરુદ્ધ જાહેરાતો પ્રકાશિત કરવા બદલ મેઘા પાટકરે 2000ની સાલમાં વિનય કુમાર સક્સેના સામે દાવો દાખલ કર્યો હતો. સક્સેના તે સમયે અમદાવાદ સ્થિત NGO નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના ચીફ હતા.

આ પણ વાંચો: 20 વર્ષ જૂના માનહાનિના કેસમાં મેધા પાટકર દોષિત, દિલ્હીના LG વીકે સક્સેનાએ કર્યો હતો કેસ

સક્સેનાએ ટીવી ચેનલ પર તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા અને બદનક્ષીભર્યું નિવેદન આપવા બદલ મેઘા પાટકર વિરુદ્ધ બે કેસ પણ દાખલ કર્યા હતા. આ કેસમાં મેઘા પાટકરને દોષિત ઠરાવતી વખતે, મેજિસ્ટ્રેટ કોર્ટે જણાવ્યું હતું કે વિનય કુમાર સક્સેના સામેના મેઘા પાટકરના નિવેદનો “માત્ર બદનક્ષીભર્યા જ નહીં, પણ નકારાત્મક ધારણાઓને ઉશ્કેરવા માટે રચાયેલા હતા”

ચુકાદો આપતાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ કહ્યું હતું કે પાટકરની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિને જોતા તેમને 1 કે 2 વર્ષથી વધુની સજા થઈ શકે નહીં. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ મેધા પાટકરે કોર્ટમાં જામીન અરજી કરી હતી. મેધા પાટકરની અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમની સજા 30 દિવસ માટે મોકૂફ રાખી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ