Mechanic To Millionaire: કર્ણાટકના મિકેનિકે જીતી 25 કરોડની લૉટરી

બેંગલુરુઃ કેરળના થિરુવોનમ બમ્પર લોટરી વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. કર્ણાટકના માંડ્યા જિલ્લાના એક મિકેનિકે 25 કરોડ રૂપિયાની લોટરી જીતી હતી. લોટરીના વિજેતા અલ્તાફે કહ્યું હતું કે હું લગભગ 15 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદું છું. આખરે મને જીત મળી છે.
અલ્તાફે ગુરુવારે વાયનાડના કલપેટ્ટામાં પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે તેની લોટરીની રકમ મેળવવા અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા વાયનાડમાં હતો. તેણે કહ્યું હતું કે તે સામાન્ય રીતે તેના બાળપણના મિત્રને મળવા વાયનાડ જાય છે.
અલ્તાફે કહ્યું, “જ્યારે પણ હું તેને મળતો હતો ત્યારે હું ટિકિટ ખરીદતો હતો.” બુધવારે તિરુવનંતપુરમના ગોર્કી ભવનમાં યોજાયેલા ડ્રોમાં વાયનાડના પનામારમમાં એસજે લકી સેન્ટર દ્વારા વેચવામાં આવેલ વિજેતા નંબર ટીજી 43422 પસંદ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા તમામ કર કપાત પછી વિજેતાને અંદાજે 13 કરોડ રૂપિયા