નેશનલ

ભારતે યુનુસ સરકારને આપ્યો રોકડો જવાબ: બાંગ્લાદેશનું વાતાવરણ બગાડશો નહીં…

નવી દિલ્હી: આજે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના કાર્યકારી ઉચ્ચાયુક્ત મોહમ્મદ નુરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યું હતું. આ માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી હતી. બાંગ્લાદેશના આંતરિક બાબતો પર ભારત વિરુદ્ધ નિવેદનબાજીના મુદ્દા પર તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

શેખ હસીનાની ટિપ્પણી તેમની અંગત

વિદેશ મંત્રાલય દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પરસ્પર લાભદાયી સંબંધો ઇચ્છે છે, જેનો ઉલ્લેખ તાજેતરની ઉચ્ચ-સ્તરીય બેઠકોમાં ઘણી વખત કરવામાં આવ્યો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ તેમની વ્યક્તિગત ક્ષમતામાં કરવામાં આવી હતી અને તેમાં ભારતની કોઈ ભૂમિકા નથી.

શેખ હસીનાના સંબોધન બાદ વિરોધ

હકીકતેમાં, તાજેતરમાં શેખ હસીનાએ ફેસબુક લાઈવ પર સંબોધન કર્યું હતું. ત્યારબાદ ઢાકામાં વિરોધીઓએ શેખ મુજીબુર રહેમાનના ઘર પર હુમલો કર્યો અને નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી. હોબાળા બાદ, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે બાંગ્લાદેશે કહ્યું કે શેખ હસીના ભારતમાં આશ્રય લઈ રહ્યા છે અને ત્યાંથી ખોટી અને બનાવટી ટિપ્પણીઓ અને નિવેદનો આપવામાં આવી રહ્યા છે.

Also read : Pakistan એ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, શાહબાઝ શરીફે ભારતને વાતચીતની વિનંતી કરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જ્યારે ભારત સરકાર પરસ્પર ફાયદાકારક સંબંધો માટે પ્રયત્નશીલ રહેશે, ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે બાંગ્લાદેશ વાતાવરણને બગાડ્યા વિના સમાન પગલાં લેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button