‘આ દુર્ભાગ્યપૂર્ણ, અયોગ્ય અને મૂર્ખામીભર્યો નિર્ણય છે’, ટેરિફ મામલે ભારતનો વળતો જવાબ...

‘આ દુર્ભાગ્યપૂર્ણ, અયોગ્ય અને મૂર્ખામીભર્યો નિર્ણય છે’, ટેરિફ મામલે ભારતનો વળતો જવાબ…

નવી દિલ્લીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડાનોલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ (25% Tariff) લાદ્યો હોવાની જાહેરાત કરી છે. ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરે છે તે અમેરિકાને પસંદ નથી. જેથી ભારત પર દબાણ કરવા માટે ટેરિફની ધમકીઓ આપે છે.

આજે ટ્રમ્પે 25 + 25 એટલે કે 50 ટકા ટેરિફ વસુલવામાં આવશે તેવી જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિએ સત્તાવાર રીતે કરી હતી. મહત્વની વાત એ છે કે, આ મામલે ભારતે ગણતરીની સમયમાં જ અમેરિકાને વળતો જવાબ આપી દીધો છે.

વધારાનો ટેરિફ લાદવાનો નિર્ણય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણઃ ભારતની પ્રતિક્રિયા
ભારત પર લગાવેલા 25 ટકા વધારાના ટેરિફ મામલે MEA (Ministry of External Affairs)એ અમેરિકાને ધારદાર જવાબ આપ્યો છે. ટેરિફ મામલે MEAએ કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વધારાના ટેરિફ લાદવાનું પગલું અન્યાયી, ગેરવાજબી અને દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત દ્વારા પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.’

ભારતીય વિદેશ મંત્રાલયે આપેલો આ જવાબ અમેરિકાને એક સંદેશ છે કે, ભારત હવે કોઈના પણ દબાણ હેઠળ કામ કરવાનું નથી. ભારત એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંનું એક છે. જેથી ભારતને આવી ખોખલી ધમકીઓ આપવી જે તે દેશ માટે ચિંતાને વિષય બની શકે છે.

ટેરિફની ભારત પર કેવી અસર રહેશે?
નિષ્ણાતોનું માનવું છે કે, 50 ટકા ટેરિફના કારણે ભારતના કૃષિ, કાપડ, ઝવેરાત અને ઓટોમોબાઈલ ક્ષેત્રો દબાણ હેઠળ રહેશે જો કે, આઈટી અને ફાર્મા સેક્ટરને કોઈ અસર થવાની નથી. મહત્વની વાત એ છે કે 25 ટકાના વધારાના ટેરિફના કારણે ભારતના શેર માર્કેટ પર મોટી અસર થઈ શકે છે.

એટલું જ નહીં પરંતુ ભારતે પોતાની ટેરિફ નીતિમાં સુધાર લાગવો પડી શકે છે. ભારત હવે વધારે ઉત્પાદન અને વૈશ્વિક ભાગીદારી વધે તે મામલે ધ્યાન આપશે પરંતુ અમેરિકાની ટેરિફ ધમકીથી ડરવાનું નથી. 50 ટકા ટેરિફની સકારાત્મક અસર એ થશે કે ભારતને નિકાસ માટે નવા બજારો મળી શકશે.

આ પણ વાંચો…શું ભારત અમેરિકાના સંબંધમાં આવશે નવો વણાંક, 100% ટેરિફ ઝીંકવાની આપી ધમકી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button