નેશનલ

MCD પેટાચૂંટણીમાં ભાજપને મોટી સફળતા: 12માંથી 7 બેઠકો જીતી, કોંગ્રેસની હાલત ખરાબ

નવી દિલ્હી: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(MCD) ની પેટાચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મેળવી છે. 12 બેઠકોમાંથી ભાજપે 7 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી(AAP)ના ફાળે માત્ર 3 બેઠકો આવી છે. ક્યારે કોંગ્રેસે અને અને ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક(AIFB)ને 1-1 બેઠક મળી છે.

પેટાચૂંટણી પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પાસે 116 બેઠકો હતી, જે પરિણામો આવ્યા બાદ ભાજપની બેઠકો વધીને 123 થઇ ગઈ છે. આદમી પાર્ટીની બેઠકોની સંખ્યા 98 થઇ ગઈ છે. જયારે કોંગ્રેસની હાલત વધુ ખરાબ થઇ છે, MCD કોંગ્રેસની બેઠકોની સંખ્યા માત્ર નવ રહી ગઈ છે. ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી પાસે 15 બેઠકો છે, અને એક બેઠક અપક્ષ ઉમેદવાર પાસે છે.

આ પણ વાંચો : બિહાર વિજયનો બોનસ? આ કેન્દ્રીય પ્રધાનનું નામ BJPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ!

મુખ્ય પ્રધાને આભાર માન્યો:

MCD પેટાચૂંટણીમાં ભાજપની તરફેણમાં પરિણામો બાદ, મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, “દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા બદલ દિલ્હીના નાગરિકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ જીત અમારા સમર્પિત કાર્યકરોના અથાક પરિશ્રમ, સમર્પણ અને અમારા સંગઠનની સામૂહિક શક્તિનો એક શક્તિશાળી પુરાવો છે.”

આ પણ વાંચો : ચૂંટણી જીત્યા બાદ BJPનો સફાઈ કૅમ્પૅઇન શરૂ! ત્રણ ‘બળવાખોર’ નેતાઓ પર તવાઈ

તેમણે પેટાચૂંટણીમાં જીત મેળવનારા તમામ ભાજપના ઉમેદવારોને અભિનંદન પણ પાઠવ્યા.

આ બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી:

વર્ષ 2022 માં દિલ્હીના 250 વોર્ડમાં યોજાયેલી MCD ચૂંટણીમાં 50.47 ટકા મતદાન થયું હતું, જયારે કાલે યોજાયેલી પેટાચૂંટણીમાં 38.51 ટકા મતદાન થયું હતું. મુંડકા, શાલીમાર બાગ-B, અશોક વિહાર, ચાંદની ચોક, ચાંદની મહેલ, દ્વારકા B, ઢીચાઉ કલાન, નારાયણા, સંગમ વિહાર A, દક્ષિણપુરી, ગ્રેટર કૈલાશ અને વિનોદ નગરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી 26 મહિલાઓ અને 25 પુરુષો હતા.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button