માયાવતીએ યોગી સરકારનાં વખાણ કર્યાં, સપાની જેમ લોકોના પૈસા નથી ખાઈ ગઈ | મુંબઈ સમાચાર
નેશનલ

માયાવતીએ યોગી સરકારનાં વખાણ કર્યાં, સપાની જેમ લોકોના પૈસા નથી ખાઈ ગઈ

લખનઉ: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે, યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાનના પદ પર છે. તેમણે માર્ચ 2017 માં આ પદ સંભાળ્યું હતું અને ત્યારથી તેઓ સતત આ પદ પર છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતી ઉત્તર પ્રદેશની માયાવતી સરકારના સખત ટીકાકાર રહ્યા છે, પરંતુ આજે યોજાયેલી એક જાહેર સભામાં માયાવતીએ ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના ભરપુર વખાણ કર્યા હતાં, આ સાથે તેમણે સમાજવાદી પાર્ટી(SP) અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં.

BSPએ આજે લખનઉમાં પાર્ટીના સ્થાપક કાંશીરામની પુણ્યતિથિ નિમિત્તે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીને સંબોધતા બસપાના વડા માયાવતીએ કહ્યું કે સ્થળ પર સમારકામના અભાવે, લોકો છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કાંશીરામની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી શકતા ન હતાં. યોગી સરકારે આ સ્થળનું રીનોવેશન કરવવા નાણા ખર્ચ્યા.

સપા પર પ્રહાર:

માયાવતી એ કહ્યું કે હાલની ઉત્તર પ્રદેશ સરકાર સપા સરકાર જેવી નથી. સપાના સાશનકાળ દરમિયાન આ સ્થળો જર્જરિત થઈ ગયા હતા. સપા સરકારે આ સ્થળોની જાળવણી પાછળ પૈસા ખર્ચ્યા ન હતાં.

માયાવતી સપા પર પ્રહાર કરતા કહ્યું, “જ્યારે તેઓ સત્તામાં હતાં, ત્યારે આપણા ગુરુઓ, સંતો અને મહાપુરુષોને યાદ ન આવ્યા. આજે, જ્યારે તેઓ વિપક્ષમાં હોય ત્યારે PDA (પિછડે, દલિત અને અલ્પસંખ્યક) યાદ આવે છે. અમે કાસગંજ જિલ્લો બનાવ્યો અને તેનું નામ માનનીય કાંશીરામના નામ પર રાખ્યું. સપાએ સત્તામાં આવતાની સાથે જ તેનું નામ બદલી નાખ્યું.”

રાજકીય ફેરફારના સંકેત:

માયાવતીના આ નિવેદનને કારને વિપક્ષ વચ્ચેના મતભેદો ફરી જાહેર થઇ ગયા છે. 2027માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એ પહેલા માયવતી BSPને રાજકારણમાં સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમનું બદલાયેલું વલણ રાજકીય ફેરફારના સંકેત આપી રહ્યા છે.

આ પણ વાંચો…યુપીમાં પૂર વચ્ચે યોગી સરકારના પ્રધાનના બેજવાબદાર બોલ: ‘ગંગા મૈયા પુત્રોના પગ ધોવા આવે છે…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button