Mayawati એ નારાજ થઇ આખરે ભત્રીજા આકાશ આનંદની પક્ષમાંથી હકાલપટ્ટી કરી

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં ઉભો થયેલો વિવાદ હજુ શમ્યો નથી. જેમાં માયાવતીએ (Mayawati)રવિવારે ભત્રીજા આકાશ આનંદને તમામ જવાબદારીમાંથી મુક્ત કર્યો હતો. જોકે, તેની બાદના ઘટનાક્રમમાં આકાશ આનંદના નિવેદનથી નારાજ થઈને માયાવતીએ આખરે આજે આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે.
આ પણ વાંચો: BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા
તેમને સજા પણ આપી રહી છું
આ ઉપરાંત માયાવતીએ જણાવ્યું હતું કે, તેમણે પસ્તાવો કરવો જોઈતો હતો અને પોતાની પરિપક્વતા દર્શાવવી જોઈતી હતી. પરંતુ તેનાથી વિપરીત આકાશ દ્વારા આપવામાં આવેલ લાંબો જવાબ તેના પસ્તાવો અને રાજકીય પરિપક્વતા નથી. તે તેના સસરાથી પ્રભાવિત છે. હું પાર્ટીમાં આવા બધા લોકોને આનાથી બચવાની સલાહ આપી રહી છું અને તેને સજા પણ આપી રહી છું.
પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે
તેથી, ડૉ. ભીમરાવ આંબેડકરના આત્મ સન્માન ચળવળના હિતમાં અને કાંશીરામની શિસ્તની પરંપરાને અનુસરીને, આકાશ આનંદને સસરાની જેમ પક્ષ અને ચળવળના હિતમાં પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.
આકાશ આનંદે કહ્યું નિર્ણયનો આદર કરું છું
ઉલ્લેખનીય છે કે, આકાશ આનંદે પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે હું માયાવતીજીનો કાર્યકર છું અને તેમના નેતૃત્વમાં મેં બલિદાન, વફાદારી અને સમર્પણના અવિસ્મરણીય પાઠ શીખ્યા છે. આ બધા મારા માટે માત્ર એક વિચાર નથી પણ જીવનનો હેતુ છે. આદરણીય બહેનનો દરેક નિર્ણય મારા માટે પથ્થર પર લખેલી રેખા જેવો છે. હું તેમના દરેક નિર્ણયનો આદર કરું છું અને તે નિર્ણય પર અડગ છું.
મારા સમુદાયના હકો માટે લડીશ
માયાવતીજી દ્વારા મને પાર્ટીના તમામ પદો પરથી મુક્ત કરવાનો નિર્ણય મારા માટે વ્યક્તિગત રીતે ભાવનાત્મક છે. પરંતુ તે જ સમયે તે હવે એક મોટો પડકાર છે. આવા મુશ્કેલ સમયમાં, ધીરજ અને દૃઢ નિશ્ચય જ સાચા સાથી છે. બહુજન મિશન અને ચળવળના સાચા કાર્યકર તરીકે, હું પક્ષ અને મિશન માટે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરતો રહીશ અને મારા છેલ્લા શ્વાસ સુધી મારા સમુદાયના હકો માટે લડીશ.