ટોપ ન્યૂઝનેશનલ

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદમાં હિંદુ પક્ષને મોટો ફટકો, જાણો હાઈ કોર્ટનો ચુકાદો…

મથુરાઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. અત્યારે આ વિવાદગમાં મોટા સમાચાર પ્રકાશમાં આવી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહના વિવાદમાં હાઈ કોર્ટે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. હાઈ કોર્ટે હિંદુ પક્ષની અરજીને ફગાવી દીધી છે. હિંદુ પક્ષ દ્વારા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજીને કોર્ટે ફગાવી છે, જેમાં જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચ આ કેસની સુનાવણી કરી હતી.

હિંદુ પક્ષે મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરી હતી
આ કેસમાં આજે કોર્ટે હિંદુ પક્ષની અરજીને ફગાવી દીધી છે, જેથી હવે આગામી સુનાવણી 2 ઓગસ્ટ, 2025ના રોજ થશે. આ કેસમં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટ કહ્યું કે, હાલના તથ્યો અને અરજીના આધારે મથુરાની શાહી ઇદગાહને હાલમાં વિવાદિત માળખું જાહેર કરી શકાય તેમ નથી. સામે્ હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે ઇદગાહ ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત એક ખૂબ જ પ્રાચીન મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, આ કેસ એવો છે જેમાં રામમંદિર બાદ બધાની નજર આગામી સુનાવણી પર ટકેલી છે.

કોર્ટ દ્વારા હિંદુ પક્ષની અરજીને ફગાવી દેવામાં આવી
હિંદુ પક્ષ દ્વારા 5 માર્ચના આ મામલે હાઈ કોર્ટેમાં અરજી કરવામાં આવી હતી. જેમાં મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ 23મી મેએ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો, જેથી આ કેસમાં આજે અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા હિંદુ પક્ષની અરજીને ફગાવી દેવામાં આવી છે.

હિંદુ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, અહીં પહેલા કૃષ્ણ મંદિર હતું. અહીં મસ્જિદ હોવાનો કોઈ આધાર પુરાવો આજ સુધી શાહી ઇદગાહ દ્વારા કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો નથી. તો પછી આને મસ્જિદ કેવી રીતે કહેવામાં આવે? આ સ્થળને વિવાદિત માળખું જાહેર કરવાની માંગણી કરવામાં આવે! જો કે, હાઈ કોર્ટે હિંદુ પક્ષની દલીલને માન્ય રાખી નથી અને અરજીને ફગાવી દીધી છે.

આખરે શું છે આ વિવાદ?
આ વિવાદ મથુરાના કટરા કેશવ દેવ વિસ્તારમાં 13.37 એકર જમીનનો છે, જેમાં મંદિર અને મસ્જિદ બંને બનેલા છે. કુલ જમીનમાંથી અગિયાર એકર શ્રી કૃષ્ણ જન્મભૂમિ છે, જ્યારે બાકીની જમીન ઇદગાહ હોવાનો દાવો કરવામાં આવેલ છે. હિંદુ પક્ષ આખી જમીનને શ્રી કૃષ્ણ જન્મભૂમિ કહેવામાં આવે છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેનો ઇનકાર કરે છે.

FRONTLINE

ઔરંગઝેબે કૃષ્ણ મંદિર તોડીને ઈદગાહ મસ્જિદ બનાવી
હિંદુ પક્ષના મતે 1670માં ઔરંગઝેબે શ્રી કૃષ્ણ જન્મસ્થાન પર બનેલા મંદિરને તોડી પાડીને શાહી ઇદગાહ મસ્જિદ બનાવી હતી. જોકે, આ દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારી દેવામાં આવ્યો છે. આજે અલાહાબાદ હાઈ કોર્ટે હિંદુ પક્ષની અરજી પર સુનાવણી કરતા તેને વિવાદિત માળખું જાહેર કરવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી છે.

આ પણ વાંચો : કોણ છે એ Naga Sadhu જેણે કાયદાનો અભ્યાસ કર્યો અને રામલલાનો કેસ લડ્યો, અને હવે શ્રી કૃષ્ણની જન્મભૂમિ માટે લડત આપી રહ્યા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button