
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)એ કાશી મથુરાને લઈને એક મહત્વપૂર્ણ વાત કરી હતી. અહેવાલો અનુસાર મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ (Dattatreya Hosabal) કાર્યકરોને આ બંને બાબતોમાં સક્રિય ભૂમિકા અદા કરવાની મંજૂરી આપી છે. કન્નડ મેગેઝિન સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વાત કરી હતી તેમજ ત્રિભાષા નીતિને પણ ટેકો આપ્યો હતો.
સંઘ નહિ રોકે
મળતી વિગતો અનુસાર કન્નડ ભાષાનાં મેગેઝીન ‘વિક્રમ’ સાથે વાત કરતાં RSSનાં મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે, તે સમયે (1984), VHP, સાધુઓ અને સંતોએ ત્રણ મંદિરો વિશે વાત કરી હતી. જો અમારા સ્વયંસેવકો આ ત્રણ મંદિરો (અયોધ્યામાં રામ જન્મભૂમિ સહિત) માટે સાથે મળીને કામ કરવા માંગતા હોય, તો અમે તેમને રોકીશું નહીં. પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું કે બધી મસ્જિદોને પાછી લેવા માટે મોટા પાયે પ્રયાસો ન થવા જોઈએ. આનાથી સમાજમાં સંઘર્ષ થઈ શકે છે.
આ પણ વાંચો:External Debt: ભારતના વિદેશી દેવામાં થયો તોસ્તાન વધારો, જાણો સરકારના આંકડાઓ
અંગ્રેજી ભાષાનો ક્રેઝ છે કારણ…..
આ દરમિયાન તેમણે ચાલી રહેલા ભાષા વિવાદ મામલે પણ પોતાનું સ્ટેન્ડ રાખ્યું હતું અને કહ્યું ટેનબે કહ્યું કે ભાષાઓમાં મોટા પાયે સાહિત્યિક કામ થયું છે. તેમણે કહ્યું કે જો ભવિષ્યની પેઢી તેને ભણશે કે લખશે નહિ તો તે કઈ રીતે આગલ વધી શકશે. તેમણે કહ્યું કે અંગ્રેજી ભાષાનો ક્રેઝ છે કારણ કે તે નોકરી મેળવી આપે છે. બીજી મહત્વની વાત એ છે કે આપણે એવી સિસ્ટમ બનાવવાની જરૂર છે જ્યાં ભારતીય ભાષાઓમાં ભણેલા લોકોને સારી નોકરીઓ મળે. બુદ્ધિજીવીઓ, વિદ્વાનો, ન્યાયાધીશો, શિક્ષણવિદો, લેખકો અને નેતાઓએ આ વિશે વિચારવું પડશે.
આ પણ વાંચો:ઈદના દિવસે તો જુઠ્ઠું ના બોલો…’ કિન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આવું કેમ કહ્યું?
ભાષા વિવાદનું મૂળ રાજકારણ
સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો હિન્દી બોલે છે, પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરે છે કારણ કે તેમને લાગે છે કે તે તેમના પર લાદવામાં આવી રહ્યું છે. આટલા મોટા દેશમાં જો બધા લોકો સંસ્કૃત શીખે તો ખૂબ સારું રહેશે. ડૉ. આંબેડકરે પણ આ કહ્યું હતું. જો કોઈ એવી ભાષા શીખે જે ઘણા લોકો બોલે છે, તો તેમાં કોઈ સમસ્યા નથી. આજે દરેક સૈનિક હિન્દી શીખે છે. જે લોકો નોકરી ઇચ્છે છે તેઓ તે રાજ્યની ભાષા શીખે છે. સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે એવું કહેવામાં આવ્યું કે રાજકારણને કારણે તે લાદવામાં આવી રહ્યું છે.