દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો, વરિષ્ઠ નેતા મતીન અહમદ AAPમાં થયા સામેલ
Delhi News: દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) પહેલાં કોંગ્રેસને (Congress) મોટો ફટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મતીન અહમદ (Matin Ahmed) આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) સામેલ થઈ ગયા છે. તેઓ 5 વખત ધારાસભ્ય (5 time MLA) રહી ચૂક્યા છે. મતીન અહમદના પુત્ર અને પુત્રવધુ પહેલા જ કોંગ્રેસ છોડીને આપમાં સામેલ થઈ ગયા હતા. દિલ્હી ચૂંટણી પહેલા મતીન અહમદનું આપમાં સામેલ થવું કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે.
5 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે મતીન અહમદ
મતીન અહમદ સીલમપુર સીટથી કોંગ્રેસના 5 વખતના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ 1993થી લઈ 2013 સુધી અહીંયાથી સતત ચૂંટણી જીત્યા હતા. તેમના પુત્ર ચૌધરી ઝુબેર અને પુત્રવધુ શગુફ્તા ચૌધરી 29 ઓક્ટોબરે જ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમની પુત્રવધુ શગુફ્તા દિલ્હીની કોર્પોરેટર છે.
કેજરીવાલે મતીનના ઘરે જઈ તેમને પાર્ટીમાં કર્યા સામેલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે મતીનના ઘરે જઈને તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન દિલ્હી સરકારા મંત્રી ઈમરાન હુસૈન પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલ ખુદ મતીનને ઘરે ગયા હોવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમના પરિવારની ટિકિટ નક્કી માનવામાં આવે છે.
સીલમપુર સીટનું ગણિત
2015 અને 2019ની ચૂંટણીમાં સીલમપુર વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. 2015માં મોહમ્મદ ઈશરાક અને 2020માં અબ્દુલ રહમાને ચૂંટણી જીતી હતી. 1993થી લઈ 2013 સુધી મતીન અહમદે જનતા દળ, અપક્ષ અને કોંગ્રેસની ટિકિટમાંથી ચૂંટણી લડી હતી. તમામ ચૂંટણીમાં તેની જીત થઈ હતી.