માતા વૈષ્ણો દેવીની યાત્રા સતત 12મા દિવસે પણ બંધ રહી, યલો એલર્ટ જાહેર...
નેશનલ

માતા વૈષ્ણો દેવીની યાત્રા સતત 12મા દિવસે પણ બંધ રહી, યલો એલર્ટ જાહેર…

કટરા : જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેના પગલે કટરામાં માતા વૈષ્ણો દેવીની યાત્રા સતત 12મા દિવસે પણ બંધ રહી હતી.

ત્રિકુટ પર્વત ક્ષેત્રમાં ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે શ્રદ્ધાળુઓ માટે આ માર્ગ અસુરક્ષિત બન્યો છે. હવામાન વિભાગે 8 અને 9 સપ્ટેમ્બર સુધી ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

યાત્રાને 26 ઓગસ્ટના રોજ રોકી દેવામાં આવી હતી
માતા વૈષ્ણો દેવી માર્ગ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનના લીધે રોડ બંધ છે. જેના લીધે યાત્રા રોકવામાં આવી છે. આ યાત્રાને 26 ઓગસ્ટના રોજ રોકી દેવામાં આવી હતી.

જેમાં અર્ધકુમારી વિસ્તારમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થયું હતું. જેમાં 34 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

ત્રણ સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના
જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ ભૂસ્ખલનના તપાસના આદેશ આપ્યા છે. તેમજ તેની માટે ત્રણ સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતીની અધ્યક્ષતા વિભાગીય જળ શકિતના અધિક સચિવ શલીન કબરા કરી રહ્યા છે.

જેમાં ડિવિઝનલ કમિશ્નર અને જમ્મુના પોલીસ મહાનિરીક્ષકનો પણ સામેલ છે. આ સમિતી ઘટનાઓનું કારણ, બચાવ કાર્યો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે એસઓપી તૈયાર કરશે. સમિતી બે સપ્તાહમાં તેનો અહેવાલ સુપત્ર કરશે.

ભદ્રવાહ વિસ્તારમાં વાદળ ફાટવાથી અચાનક પુર આવ્યુંઆ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ડોડા જીલ્લાના ભદ્રવાહ વિસ્તારમાં વાદળ ફાટવાથી અચાનક પુર આવ્યું હતું. જેમાં સેના આ વિસ્તારમાં બચાવ અને રાહત કાર્યમાં જોતરાઈ છે. તેમજ સંપર્ક સ્થાપિત કરવા માટે 18 કલાક બાદ લાકડાનો કામચલાઉ પુલ બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો…સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરીની મુશ્કેલીઓ વધી, વૈષ્ણો દેવી મંદિર પાસે કર્યું આવું કામ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button