નેશનલ

ચાંદની ચોકમાં ભીષણ આગ; 5 દુકાનોને નુકસાન

ઉત્તર દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં કુલ 5 દુકાનોને નુકસાન થયું હતું. દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં બુધવારે વહેલી સવારે લાગેલી આગમાં પાંચ દુકાનોને નુકસાન થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીના જણાવ્યા અનુસાર, ફતેહપુરી મસ્જિદ પાસે આવેલી પાંચ દુકાનોમાં આગ લાગી હતી. આગની માહિતી સવારે 3.12 વાગ્યે મળી હતી અને 8 ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને સવારે 5 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગની અન્ય એક ઘટના પૂર્વી દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં બની હતી. અહીં મધ્યરાત્રિના સુમારે પાર્કિંગ વિસ્તારમાં લાગેલી આગમાં 17 કાર બળીને ખાખ થઈ ગઈ હતી, એમ દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સવારે 1.17 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને નવ ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને ચાર કલાકની મહેનત પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ