અજમેરની નાઝ હોટેલમાં ભીષણ આગ, લોકોએ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

અજમેર: અજમેરની ડિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટલમાં ભીષણ આગની ઘટના ઘટી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગની ઘટનામાં 4 લોકો જીવતા ભડથું થયા હતાં. જ્યારે બીજા ચાર લોકોની હાલત વધારે ગંભીર હોવાથી હોસ્પિટવલમાં સારવાર હેઠળ છે. હોટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. અકસ્માત સમયે હોટલમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાયેલા હતા. અનેક લોકોએ તો બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. એક મહિલાએ આગથી બચાવવા માટે પોતાના બાળકોને બારીએથી નીચે ફેક્યું હતું, જેથી તેનો જીવ બચી ગયો હતો.
હોટેલમાં આગ લાગ્યાની જાણ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ
પ્રાથમિક માહિતી પ્રમાોણે હોટલમાં એસી ફાટ્યા બાદ આગ લાગી હતી. હોટેલમાં આગ લાગ્યાની જાણ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.આગની ઘટનામાં 15 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, આ આગ હોટલના પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતા અને સાંકડો રસ્તો હોવાથી લોકોને બચાવવાનું કામ મુશ્કેલ બન્યું હતું. ભીષણ આગની ઘટના બનતા ફાયર બ્રિગેડના વિલંબથી સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતાં.
આપણ વાંચો: આતંકવાદીઓએ આ ત્રણ સ્થળોની પણ રેકી કરી હતી, પણ આ કારણે હુમલો ના કર્યો: તપાસમાં ખુલાસો
લોકો બારી તોડીને બહાર નીકળતા જોવા મળ્યાઃ સ્થાનિક પોલીસ
આગની ઘટના અંગે માહિતી આપતા પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ‘એસી ફાટવાનો જોરદાર અવાજ આવ્યો, ત્યારબાદ તરત જ આગ ફેલાઈ ગઈ. લોકો બારી તોડીને બહાર નીકળતા જોવા મળ્યા. એક મહિલાએ મારા ખોળામાં એક બાળક ફેંકી દીધું. ફાયર બ્રિગેડ અડધા કલાક પછી આવી’ ફાયર બ્રિગેડની કામગીરી પર લોકોએ રોષ વ્યક્ત કર્યો અને સવાલો કર્યો હતાં. પોલીસે આપેલી વિગતો પ્રમાણે આગની ઘટનામાં મોહમ્મદ ઝાહિદ, 30 વર્ષીય મહિલા, 20 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય પુરુષનું દર્દનાક મોત થયું છે.