નેશનલ

બેંગલુરુમાં એક કેફેમાં વિસ્ફોટ, કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ

બેંગલુરુઃ અહીંના રાજાજી નગરના HAL પોલીસ સ્ટેશન પાસે આવેલા એક કાફેમાં વિસ્ફોટ થયોહોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ વિસ્ફોટ વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર આવેલા રામેશ્વરમ કેફેમાં થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં ચાર જણ ઘાયલ થયા છે. વિસ્ફોટ કયા કારણે થયો એની જાણકારી હજી સુધી મળી નથી. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેફેની બહાર લોકોની ભીડ જોવા મળે છે અને સાથે સાથે પોલીસ પણ ઘટનાસ્થળ પર મોજુદ હોવાનું જોવા મળે છે.

પોલીસ અને અગ્નિશમન દળ ઘટના સ્થળ પર મોજુદ છે અને તેમણે મોરચો સંભાળી લીધો છે. ઘાયલોને ઇલાજ માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘાયલોમાં ત્રણ કેફેના કર્મચારી છે અને એક ગ્રાહક છે.

હજી સુધી જાનહાનિના કોઇ સમાચાર જાણવા મળ્યા નથી. હાલમાં તો વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button