Top Newsનેશનલ

“હવે માસ્ક પણ પૂરતા નથી…” સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વાયુ પ્રદુષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: શીયાળાની શરૂઆત થતા દિલ્હીમાં પ્રદૂષણના જોખમી સ્તરે પહોંચ્યું છે, નિષ્ણાતોએ લોકોને સલાહ આપી છે કે બની શકે તો થોડા મહિના માટે દિલ્હીની બહાર સ્થળાંતર કરી લે. એવામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હીમાં પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હવે ફક્ત માસ્ક પહેરવું પૂરતું નથી. કોર્ટે વરિષ્ઠ વકીલોને સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર રહેવા કહ્યું.

ન્યાયાધીશ પીએસ નરસિંહાએ વરિષ્ઠ વકીલોને કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને ખૂબ જ ગંભીર છે, જ્યારે વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા ઉપલબ્ધ હતી તો વરિષ્ઠ વકીલો શા માટે કોર્ટરૂમમાં હાજર થયા. વાયુ પ્રદૂષણને કારણે કાયમી શારીરિક નુકસાન થઇ શકે છે.

ન્યાયાધીશ પીએસ નરસિંહા કહ્યું, “હવે માસ્ક પણ પૂરતા નથી. અમે મુખ્ય ન્યાયાધીશ સાથે પણ આ ચર્ચા કરીશું.”

આંજે ગુરુવારે સવારે દિલ્હીમાં એર ક્વોલીટી સતત ત્રીજા દિવસે ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચ્યો હતો, આજે સવારે દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાયેલી દેખાઈ હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, બવાનામાં સવારે 8 વાગ્યે સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 460 નોંધાયો હતો.
દિલ્હીમાં ઊંચા AQI ને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઉભું થયું છે, એક અહેવાલ મુજબ વર્ષ 2023માં દિલ્હીમાં થયેલા કુલ મૃત્યુમાંથી સાતમાં ભાગના મોત વાયુ પ્રદુષણને કારણે થયા હતાં.

દિલ્હીમાં સતત બગડતી રહેલી હવાની ગુણવત્તાને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટે બુધવારે પંજાબ અને હરિયાણાને પરાળી બાળવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર ડેટા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આપણ વાંચો:  અયોધ્યામાં રામ મંદિરના શિખર પર થશે ધ્વજારોહણ: 24મી નવેમ્બરના રામ લલ્લાના દર્શન પણ થશે બંધ, જાણો શેડ્યૂલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button