જીએસટીમાં ઘટાડોનો ફાયદોઃ મારુતિએ કારના ભાવ ઘટાડ્યા, જાણો કેટલી સસ્તી થઈ કાર | મુંબઈ સમાચાર
નેશનલ

જીએસટીમાં ઘટાડોનો ફાયદોઃ મારુતિએ કારના ભાવ ઘટાડ્યા, જાણો કેટલી સસ્તી થઈ કાર

નવી દિલ્હી: 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી ત્યાર બાદ GST કાઉન્સિલે ચાર GST સ્લેબ પૈકીના 12 અને 18 ટકા સ્લેબ રદ કરીને 5 અને 18 ટકાના સ્લેબને યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ અનેક વસ્તુઓના ભાવ ઘટી ગયાં છે. જેમાં ઓટોમોબાઈલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ત્યારે મારુતિ સુઝુકી કંપની આ GST ઘટાડાનો ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપવા માંગતી હોય એવું લાગી રહ્યું છે.

મારુતિ સુઝુકીએ કારના ભાવ ઘટાડ્યા

મારુતિ સુઝુકીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “તાજેતરમાં થયેલા GST રિફોર્મના ફાયદાને ગ્રાહકો સુધી સીધા પહોંચાડવામાં આવશે. જેને લઈને કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ મોડલોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોકે, કિંમતના ઘટાડાને લઈને વાહનના ફિચર્સ અને ટેક્નોલોજી વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.” મારુતિ સુઝુકીએ વેગેનઆરથી લઈને અલ્ટો તથા ઇગ્નિસ જેવી નાની કારોના ભાવમાં અંદાજીત 1.29 લાભ જેટલો ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો : જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં

મારુતિ સુઝુકીએ પોતાની સ્વિફ્ટ કારની કિંમતમાં 84,600 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 5.79 લાખ થઈ ગઈ છે. શરૂઆતમાં સ્વિફ્ટના થર્ડ જનરેશન મોડલની કિંમત 6.49 લાખ હતી. બલેનોની કિંમતમાં 86, 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત 5.99 લાખ થઈ ગઈ છે. મારુતિએ પોતાની ફાઈવ સ્ટાર રેટિંગવાળી મારુતિ ડિઝાયર કારની કિંમતમાં 87,700 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 6.26 લાખ થઈ ગઈ છે.

મારુતિ સુઝુકીએ પોતાની એસયુવી અને એમપીવી રેન્જના ભાવ પણ ઘટાડ્યા છે. એસયુવી Fronxની કિંમતમાં 1,12,600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત 6.65 લાખ થઈ ગઈ છે. આ સિવાય બ્રેઝાની કિંમતમાં 1,12,700 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે તમે તેને 8.26 લાખ રૂપિયામાં ખરીદી શકો છો.

આ પણ વાંચો : જીએસટીના દરમાં ફેરફારથી મોંઘવારીમાં પણ થશે ઘટાડો, જાણો વિગતે

અલ્ટોએ ગુમાવ્યું સૌથી સસ્તી કારનું બિરુદ

એમપીવી કારની વાત કરીએ તો મારુતિ અર્ટિગાની કિંમતમાં 46, 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમત 8.80 લાખ થઈ ગઈ છે. જ્યારે XL6ની કિંમતમાં 52,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે આ કામ 11.52 લાખમાં મળશે. આ સિવાય વૈન સેગ્મેન્ટની મારુતિ ઈકોની કિંમતમાં 68, 700 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જેથી તે હવે 5.18 લાખમાં મળશે.

ઉલ્લેખનીય છે કે, કારની કિંમતોમાં ઘટાડો કર્યા બાદ હવે મારુતિ સુઝુકીની અલ્ટો K10 કાર હવે સૌથી સસ્તી કાર રહી નથી. કારણ કે મારુતિ સુઝુકીએ તેની કિંમતમાં 1,07,600 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 3.69 લાખ થઈ ગઈ છે. જ્યારે મારુતિ એસ-પ્રેસોની કારમાં 1,29,600નો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત 3.49 લાખ થઈ ગઈ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button