નેશનલ

શહીદ જવાનના અંતિમસંસ્કાર ૫૬ વર્ષ બાદ થશે, જાણો મામલો?

સહારનપુરઃ જિંદગીમાં ઘણી વખત એવી ઘટનાઓ જોવા અને જાણવામાં આવે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, પરંતુ યુપીના સહારનપુર જિલ્લાના નાનૌટા વિસ્તારના રહેવાસી એરફોર્સના જવાનનો મૃતદેહ ૫૬ વર્ષ બાદ સિયાચીન ગ્લેશિયર નજીકથી મળી આવ્યો છે.આ જાણીને દરેક સ્તબ્ધ છે. તેમનો પાર્થિવ દેહ ગુરુવારે તેમના ગામ પહોંચશે. સૈનિકના પરિવારના સભ્યો રીત-રિવાજ સાથે તેમના અંતિમસંસ્કાર કરી શકશે. નવાઈની વાત એ છે કે બરફમાં દટાઈ જવાને કારણે તેનું શરીર સંપૂર્ણપણે બગડ્યું ન હતું.

અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ વિસ્તાર) સાગર જૈને બુધવારે માહિતી આપતા કહ્યું કે નાનૌટા પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર ગામના રહેવાસી મલખાન સિંહ એરફોર્સના સૈનિક હતા અને ૭ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ હિમાચલ પ્રદેશમાં સિયાચીન ગ્લેશિયર પાસે આર્મી પ્લેન સાથે થયેલા અકસ્માતમાં તેઓ શહીદ થયા હતા. અકસ્માતમાં ૧૦૦થી વધુ જવાન શહીદ થયા હતા.

આ પણ વાંચો : MiG-29 Crash: રાજસ્થાનમાં એરફોર્સનું પ્લેન ગામ પર પડતા રહી ગયું, પાયલોટે આ રીતે ટાળી મોટી દુર્ઘટના

જૈને કહ્યું કે હિમાચ્છાદિત પહાડી વિસ્તાર હોવાથી મૃતદેહો બહાર કાઢી શકાયા નહોતા. આ કામ કેટલું મુશ્કેલ હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ ૨૦૧૯ સુધી માત્ર પાંચ જ મૃતદેહો મળી આવ્યા હતા. હાલમાં જ અહીંથી વધુ ચાર મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક જવાન મલખાન સિંહનો હતો.

જ્યારે મલખાન શહીદ થયા ત્યારે તેની ઉંમર ૨૩ વર્ષની હતી. એ સમયે તેમની પત્ની શીલાદેવી અને દોઢ વર્ષનો પુત્ર રામ પ્રસાદ હતો. પરંતુ હવે જ્યારે તેનો મૃતદેહ ગામ પહોંચશે ત્યારે તેની પત્ની અને પુત્ર ત્યાં હાજર રહેશે નહીં કારણ કે તેમના મૃત્યુ થયા છે. તેથી શહીદ મલખાન સિંહના અંતિમ સંસ્કાર તેમના પૌત્રો દ્વારા કરવામાં આવશે.

અહીં નવાઈની વાત એ છે કે મલખાનના મૃત્યુ પછી તેની પત્ની શીલાએ તેના નાના ભાઈ ચંદ્રપાલ સાથે લગ્ન કરી લીધા. તેમને ૨ પુત્ર અને એક પુત્રી છે. ગામના લોકો મલખાનને અંતિમ વિદાય આપવા માટે રાહ જોઈ રહ્યા છે. માલખાનના ભાઈ ચંદ્રપાલનું પણ મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત