શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની કીર્તિચક્ર પિયર લઈ ગઈ અને…
કેપ્ટનના માતાપિતાએ કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ કે
નવી દિલ્હીઃ સિયાચીનમાં કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા પછી તેની પત્ની અને માતાને રાષ્ટ્રપતિભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન તેમની પત્ની સ્મૃતિ અને માતા મંજુ સિંહે સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમ પછી અંશુમાનની પત્ની સ્મૃતિ સિંહનો વીડિયો પણ આવ્યો હતો, જેમાં અંશુમાન સિંહ સાથેની મુલાકાત અને લગ્નના પાંચ મહિના પછી વિધવા થયા પછી જિંદગીનો ચિતાર રજૂ કર્યો હતો. જોકે, એના પછી અંશુમાન સિંહના માતાપિતાએ એનઓકે (NoK) સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
જોકે, આ બનાવ પછી શહીદ કેપ્ટન અંશુમાન સિંહના માતાપિતાએ ચોંકાવનારી વાતો જણાવી હતી, જેમાં કહ્યું હતું કે જ્યારે મારો દીકરો શહીદ થયો ત્યાં સુધી તેની પત્ની દેવરિયા રહી હતી. તેરમું થયું ત્યાં સુધી ઘરે રહી હતી, પરંતુ તેરમા પછી તેનો પરિવાર ઘરે આવ્યો અને ધાર્મિક વિધિ માટે લઈ ગયા હતા. વહૂ તેના પિયર ગઈ પછી તેને પોતાનો ફોન પણ બંધ કરી દીધો છે.
શહીદ દીકરાની પત્ની તો ગઈ પિયર, સરનામું બદલ્યું
19 જુલાઈ 2023ના અંશુમાન સિંહ શહીદ થયા હતા અને એના પહેલા 10 ફેબ્રુઆરી 2023ના લગ્ન થયા હતા. લગ્નના પાંચેક મહિનામાં અંશુમાન સિંહ થયા, ત્યારબાદ સરકારે તેના નામે મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. પાંચમી જુલાઈના પરિવારમાં તેની પત્ની અને માતાને કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમ પછી અંશુમાન સિંહના માતા-પિતાએ પોતાની કથની પ્રેસને રજૂ કરી હતી.
આ પણ વાંચો: કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર અભદ્ર ટીપ્પણી કરવા પર મહિલા આયોગે કરી ધરપકડની માંગ
મેં તો કીર્તિ ચક્ર જોયું પણ નથીઃ રવિ પ્રતાપ સિંહ
શહીદ અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ પતિ અંશુમાનનો ફોટો, આલ્બમ, કપડાં અને અન્ય યાદોની સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા કીર્તિ ચક્રને પોતાના ઘરે ગુરદાસપુર લઈ ગઈ. માતાપિતાના આરોપો અનુસાર તે શહીદ દીકરાના મેડલ લઈ ગઈ. તેની સાથેના દસ્તાવેજોમાં નામ પણ બદલાવીને પોતાના ઘર ગુરુદાસપુરનું સરનામું બદલ્યું છે. શહીદ અંશુમાનના પિતા રવિ પ્રતાપ સિંહે કહ્યું હતું કે દીકરાના સાહસ માટે કીર્તિ ચક્ર આપવામાં આવ્યું તો નિયમ હતો કે માતા અને પત્ની બંને સન્માન માટે જાય છે. અંશુમાનની મા પણ સાથે ગઈ હતી. રાષ્ટ્રપતિએ મારા દીકરાની શહીદી માટે કીર્તિ ચક્ર આપ્યું હતું, પરંતુ મેં તો જોયું પણ નથી.
સંરક્ષણ પ્રધાનને શું રજૂઆત કરી હતી?
દરમિયાન અંશુમાનના પિતાએ આગળ કહ્યું કે એનઓકે (નેક્સ્ટ ઓફ કિન) એટલે નજીકના પરિવારના નિયમોમાં ફેરફરા કરવા ઈચ્છે છે, કારણ કે તેમની વહૂ સ્મૃતિ સિંહ હવે એની સાથે રહેતી નથી. એનઓકે માટે જે માપદંડો છે એ યોગ્ય નથી. એને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ વાત કરી છે. એની સાથે તેમણે નિવેદન આપ્યું હતું કે ફરી એક વાર એનઓકે અંગેના નિયમો મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ. પ્રતાપ સિંહે કહ્યું હતું કે આ અગાઉ પણ અનેક શહીદ પરિવારના લોકોએ આ નિયમોમાં બદલાવ લાવવાની વાત કરી ચૂક્યા છે.
એનઓકેનું નિયમ શું છે?
નેક્સ્ટ ઓફ કિનનો અર્થ વ્યક્તિની જીવનસાથી, નજીકના સંબંધી, પરિવારના સભ્યો અથવા કાયદાકીય માતાપિતાનો છે. જ્યારે કોઈ વ્યક્તિની આર્મીની ભરતી કરવામાં આવે છે ત્યારે તેના માતાપિતાને એનઓકે તરીકે નોંધવામાં આવે છે. આર્મીના નિયમો અનુસાર જ્યારે કોઈ કેડેટ અથવા અધિકારી લગ્ન કરે છે તો તેના માતાપિતાને બદલે તેના જીવનસાથીના નામે એનઓકે તરીકે નામ નોંધવામાં આવે છે.
નિયમો અનુસાર સર્વિસ વખતે કોઈ જવાન/અધિકારને કંઈ થઈ જાય છે તો સંબંધિત નાણા કે પછી અન્ય તમામ લશ્કરી સહાય એનઓકેને આપવામાં આવે છે. જો સૈનિકના લગ્ન થયા હોય તો તેની પત્નીને ભંડોળ આપવામાં આવે છે અને જો લગ્ન થયા ના હોય તો તે ભંડોળ માતાપિતાને આપવામાં આવે છે. રવિ પ્રતાપ સિંહે આ નિયમોમાં બદલાવ લાવવા ઈચ્છે છે, જેથી શહીદની વિધવા પત્ની સાથે માબાપને પણ એ ફંડ મળે.
અહીં એ જણાવવાનું કે કેપ્ટન અંશુમાન સિંહ ગયા વર્ષે સિયાચીનના ગ્લેશિયર પર તહેનાત હતા. એ વખતે આગ લાગ્યા પછી પોતાના સાથીદારને બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું હતું. કેપ્ટન અંશુમાન સિંહે મિલિટરી મેડિકલ કોરમાં સામેલ હતા.